Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ભાવનગરના મહેમાન બનતા કુંજ પક્ષીઓ

ભાવનગરઃ ગુજરાતમાં શિયાળાના આગમનની સાથે અનેક યાયાવર અને પ્રવાસી પક્ષીઓ ગુજરાતની મહેમાનગતિ માણવા આવે છે. અને ભાવનગર આ પક્ષીઓનું મોશાળ ગણાય છે દર વર્ષે અહી હજારોની સંખ્યામાં યાયાવર અને પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે ડેમોઇઝેલ ક્રેન પણ એમાંના એક પ્રવાસી પક્ષીઓ છે. જે ભાવનગરના ખાર વિસ્તારમાં આવી પહોચ્યા છે જેને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કલ્પ બેલાણીએ કચકડે કંડારીયા હતા. મોટે ભાાગે તે 'કુંજ' અથવા 'કરકરો' ના નામે ઓળખાય છે એ ક્રેન પ્રજાતિ માં સૌથી નાનો ક્રેન તરીકે ઓળખાય છે અને અન્ય ક્રેન્સની જેમ તેમના માથા પર લાલ ચામડીનો કોઈ પેચ નથી.(તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણીઃ ભાવનગર)

(10:24 am IST)