Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અમરેલી ;ખાંભાના ખડાધાર ગમે સિંહણ પર માલધારીએ કર્યો હુમલો :કુહાડીના ઘા ઝીક્યાં

સિંહણને રેસ્ક્યુ કરીને ધારી સાફરીપાર્કમાં ખસેડાઇ :માલધારીને શોધવા વનવિભાગની દોડધામ

અમરેલીઃ જિલ્લાના ખાંભાના ખડાધાર ગામે સિંહણ પર હુમલો કરવાની ઘટના બની છે. ઘટનાની મળેલી વિગતો અનુસાર એક માલધારી ઢોર ચરાવવા માટે જંગલ વિસ્તારમાં ગયો ગતો. ત્યારે અહીં સિંહણ શિકાર માટે આવી હતી. આ દરમિયાન બકરાને બચાવવા જતા માલધારીએ સિંહણ પર હુમલો કરી દીધો હતો. માલધારીએ સિંહણને કુહાડીના ઘા મારતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

  આ ઘટનાની જાણ વનવિભાગને થતા સિંગણને રેસ્ક્યૂ કરીને સારવાર માટે ધારીના સફારીપાર્ક ખસેડવામાં આવી છે. તો બીજીતરફ વનવિભાગે સિંહણ પર હુમલો કરનાર માલધારીને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.

(9:55 pm IST)
  • કર્ણાટકના પ્રસિદ્ધ લિંગાયત સંત સિદ્ધલિંગ સ્વામીનું ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના ગદાંડમાં નિધન : સિદ્ધલિંગ સ્વામીના તોતાડાર્ય મઠના એક સભ્યે આ માહિતી આપી :મુખ્યમંત્રી કુમારસ્વામીએ સિદ્ધલિંગ સ્વામીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી access_time 12:42 am IST

  • અમરેલીના ત્રણ લોકોને ગેંગરેપ કેસમાં ફસાવવાની ધમકી આપવાના મામલે ત્રણ આરોપીની ધરપકડ access_time 12:38 am IST

  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST