Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

બે લાખના દારૂના દરોડામા ચોરવાડ પોલીસ સ્ટેશનના બે PSI અને એક ASI સસ્પેન્ડ

ગુજરાતમાં વિજિલન્સની ટીમે થોડા દિવસ પહેલા ચોરવાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂની રેડ કરી હતી. જેમાં 2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સ્થાનિક પોલીસ ઉંઘી રહી હતી અને સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી 2 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા જૂનાગઢના એસપી સૌરભ સિંઘે ચોરવાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.કે. માલમ, પીએસઆઇ એમ.ટી. ચુડાસમા અને એએસઆઇ એસ.કે. કોડીયાતરને સસ્પેન્ડ કર્યા છે.

(6:32 pm IST)
  • અમદાવાદ ગ્રામ્ય LCBમાં થયેલા કસ્ટોડીયલ ડેથ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં પાંચ પોલીસકર્મી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો :LCB અને SOGના પાંચ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો:આ કેસમાં સુરભા ઝાલાનું થયું હતું મોત. access_time 9:37 pm IST

  • અમદાવાદ :ડીવાયએસપી બી પી રોજીયાનું ફરી ATSમાં પોસ્ટીંગ:અગાઉ રોજીયાની બઢતી સાથે રાજકોટ પશ્ચિમ ઝોનમાં થયુ હતુ પોસ્ટીંગ access_time 9:42 pm IST

  • સુરત મગદલ્લા બંદર માં પાણીની ટાંકીમાં બે બાળકી ડૂબી: નવ વર્ષની બાળકીનું મોત :એક બાળકીનો બચાવ :બાળકીને સારવાર હેઠળ સિવિલમાં ખસેડાઈ: બાળકીના પરિવાર બિહારના રહેવાસી: બે મહિના પહેલા સુરત મા કામકાજ માટે સુરતમાં આવ્યા હતા access_time 9:41 pm IST