Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રાવલમાં પત્ની ઉપર પતિએ સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી

ખંભાળીયા તા.૨૧: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની પરિણીતા અને હાલ છ મહિનાથી વિસાવદરમાં પિયરે રહેતી રાજકુમારી ગુરૂદેવસિંહ બાવરી નામની પરિણીતાના લગ્ન દોઢેક વર્ષ પહેલા રાવલ ગુરૂદેવસિંહ સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં જ સંયુકત કુટુંબમાં રહેતી પરિણીતા ઉપર પતિએ મરજી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી પતિ,સાસુ,સસરા મેણાંટોણાં મારી દહેજની માંગણી કરી શારિરીક માનસીક ત્રાસ આપી માર મારી દહેજ નહીં લાવે તો સળગાવીને મારી નાખવાની ધમકી આપતાં પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરીયા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. પતિ ગુરૂદેવસિંહ ચશ્મા વેંચવાનું અને ભુંડ પકડવાનું કામ કરતો હોવાની વધુ વિગતો મળી છે. પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  (૧.૪)

(1:04 pm IST)