Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ચોપાટી કાંઠાની સફાઇ

પોરબંદર તા.૨૧: ચોપાટી દરિયાકાંઠાની કોસ્ટગાર્ડના જવાને દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જવાનો સાથે મોત સંખ્યામાં લોકો જોડાયેલ હતા.

સફાઇ અભિયાન દરમિયાન જાગૃત નાગરિકો દ્વારા માગણી ઉઠેલ છે આવા સફાઇ અભિયાન ચોપાટી કાંઠાથી લઇ ઇન્દ્રેત્વ જૂના સ્મશાન, સોમનાથ મંદિર લકડી બંદર અને અસ્માતની ઘાટ સુધી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

સફાઇ અભિયાનના પ્રારંભ પાલિકાના ચીફઓફિસરશ્રી આર.જે.હડદ તથા કલેકટરશ્રી મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમના પ્રવચનમાં સુર વ્યકત થયેલ કે શહેરમાં ગંદકીની ફરિયાદો આવે છે અને તેનો નિકાલ પણ થાય છે.

પરંતુ રોગચાળો નથી ત્યારે લોકોમાં ગણગણાટ થયેલ કે શહેરમાં સરકારી હોસ્પિટલમાં ૯૦૦ થી વધુ દર્દીઓની  ઓપીડી આવે છે ગાયવાત અને પ્લોટ ડીસ્પેન્સરીમાં દરરોજ ૧૫૦ દર્દીઓના કેસ આવે છે થોડા દિવસ પહેલા ડેન્ગ્યુથી એક મોત તથા ઝેરી તાવથી ખલાસીનું મોત નીપજેલ.શહેરમાં આરોગ્ય તકેદારી પગલા લેવા તંત્ર સજાગ બને તેવી માગણી ઉઠી છે.

(1:04 pm IST)