Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

મોરબીના બરવાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા બે તરૂણ મિત્રોના ડૂબી જતા મોત

મુળ લીલાપરના અને હાલ બરવાળા રહેતા કાંતિ ડાભી (ઉ.વ.૧૪) અને રાઘે મેરાળા (ઉ.વ.૧પ) ના મોતથી બંનેના પરિવારોમાં અરેરાટી

મોરબી, તા. ર૧ : મોરબીના બરવાળા ગામે તળાવમાં ડૂબી જતા મોત બે તરુણ મિત્રોના ડુબી જતા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 મળતી વિગત મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા કાંતિ લક્ષ્મણ ડાભી (ઉ.વ.૧૪ ) રહે લીલાપર અને રાધે રમેશ મેરાળા (ઉ.વ.૧૫ ) મૂળ લીલાપર અને હાલ બરવાળા બને મિત્રો ના આજે વહેલી સવારે બરવાળા નજીકના તળાવમાંથી મૃતદેહ મળ્યા હતા બનેના મુર્તદેહ ને પી.એમ.માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દ્યટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી જે અગેની તપાસ તાલુકા પોલીસના જુવાનાસીહ ઝાલા અને ભાવેશભાઈ ગઢવી ચલાવી રહ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ બને મિત્રો ગઈકાલે સાજે સ્કૂલમાંથી છુટ્યા બાદ બને ઘરે પહોંચ્યા ન હતા જેમાં પરિવાર શોધખોળ શરુ કરી હતી પણ કયાય પતો લાગ્યો ન હતો ત્યારે બાદ બન્ને મિત્રો ના સ્કુલના કપડા ગામના નજીક આવેલ તળવા પાસે જોવા મળ્યા હતા એટલે બને જણા નાહવા ગયા હોય તેવું જાણવા મળતા મોરબી ફાયર અને મકરાણીવાસના તરવાયા દ્વારા મોડીરાત સુધી શોધખોળ કરવામાં આવી પણ સફળતા મળી ન હતી અને ત્યાર બાદ પંચાસીયા તરવૈયા ની મદદ લેવામાં આવી અને આજે વેહલી સવારે લગભગ ૫ વાગે મૃતદેહ મળ્યા હતા એક જ ગામના બે તરુણના મોત થતા બને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. (૯.ર)

(1:00 pm IST)