Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઉપલેટાના મોજ ડેમમાંથી વહી જતુ પાણી કેનાલમાં છોડવા સાંસદને રજૂઆત કરતા આગેવાનો

ઉપલેટા,તા.૨૧: ઉપલેટા શહેર તથા તાલુકાના આગેવાનો દ્વારા ખાખીજાળીયાના સરપંચ કાનભાઈ સુવા ઉપલેટાના યુવા અગ્રણી જયેશભાઈ ત્રિવેદી તાલુકાના આહિર અગ્રણી પરબતભાઈ ડાંગર બારોટ અગ્રણી મનુભાઈ બારોટ વિગેરેએ આજરોજ પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકને ગોંડલ ખાતે રૂબરૂ મળી આ વર્ષે સમગ્ર ગુજરાતમાં મેદ્યરાજાની કૃપાથી ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ભરાઈ જવા પામ્યા છે તેમજ આ ડેમમાંથી છોડવામા આવતુ વધારાનુ પાણીનદી-નાળામાં વહી જતું આ પાણી સીધુ દરિયામાં જતું રહેતું હોવાથી કોઈને પણ ઉપયોગમાં આવતું નથી. તેમજ આજ રીતે ઉપલેટા તાલુકાના મોજ ડેમમાંથી પણ જે પાણી નદીમાં છોડવામાં આવે છે તે પાણી પણ સીધુ દરિયામાં જતુ રહે છે તો આ ડેમમાં હાલ રહેલું વધારાનુ પાણી કેનાલમાં છોડવામા આવે તો આ વિસ્તારના ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી શકે આવી રજૂઆત સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકને કરતા તેઓએ તાત્કાલિક આ સકારાત્મક રજૂઆતનીઙ્ગ સિંચાઈઙ્ગ વિભાગના અધિકારીઓને આ પાણી મોજ નદીની કેનાલમાં છોડવા માટે સુચના આપવામાં આવી હતી અને ખેડૂતોને પિયતમાં ઉપયોગી થાય તે માટેના આદેશો આપ્યા હતા તેમજ આ વ્યવસ્થા કાયમી ધોરણે થાય તેવી પણ સૂચના આપવામાં આવી હતી. આ તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ આ વિસ્તારના આગેવાનો કાનભાઈ સુવા,જયેશભાઈ ત્રિવેદી,પરબતભાઈ ડાંગર, મનુભાઈ બારોટ સહિતના વિગેરેએ આભાર અને સંતોષની લાગણી વ્યકત કરેલ હતી.

(11:36 am IST)