Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વેરાવળ કોડીનાર હાઇવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત;ત્રણ ગંભીર

ગીર સોમનાથ: ગત મોડી રાત્રે વેરાવળ કોડીનાર રોડ પર આવેલા સોનારિયા ગામ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્મત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોટ 2નીપજ્યું હતું જયારે ત્રણ લોકો ઘાયલ થયા હતા

 ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.એમ્બ્યુલન્સના ડ્રાયવર સહિત 3 લોકોને ઇજા થતા તેમને વેરાવળની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વૃદ્ધાને રાજકોટમાં હૃદયરોગ બિમારીની સારવાર લઇ સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા હતા. જેમનું અકસ્માતમાં જ નું એમ્બ્યુલન્સમાં જ મોત થયું છે. જ્યારે વૃદ્ધના પુત્રને માથાના ભાગે ઇજા થતા તેની હાલત ગંભીર છે.

(5:46 pm IST)