Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સાવરકુંડલામા આર્થિક મંદિથી કંટાળી યુવાને ઝેર પી જીવન લીલા સંકેલી

અમરેલી તા. ર૧ : સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર રહેતા ઉદય જોરૂભાઇ ધાખડા (ઉ.ર૮) નામના યુવાને આર્થિક મંદિથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

દેવળકીમાં શોર્ટ લાગતા યુવાનનું મોત

વડિયાના દેવળકીમાં રહેતા દિનેશ ગાંડુભાઇ પાઘડાળનું વાડીએ ઇલે.મોટર શરૂ કરવા જતા શોર્ટ લાગતા તેનું મોત નિપજયાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

જાફરાબાદના ભાડમાં માથામાં પાવડો ફટકાર્યો

જાફરાબાદમા રહેતા ગીગાભાઇ લખમણભાઇ મહિડાને પ્રવિણ પાલા મહિડા સહિત પાંચે રસ્તા પ્રશ્ને ગાળો દઇ માથામાં પાવડા વડે માર મારી ઇજા કર્યાની ફરીયાદ થવા પામી હતી.

કાર ચાલક ગંભીર

અમરેલી નજીક બાલાજી હનુમાન મંદિર પાસે કાર લઇ આવતા જલ્પેશ વિનોદભાઇ સુચકની કાર સાથે એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ અથડાવતા કાબુ ગુમાવતા જલ્પેશભાઇને ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયાનું પોલીસમાં ફરીયાદ જવા પામી છે.

(1:31 pm IST)