Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વઢવાણમાં ર સગાભાઇઓએ ઝેરી દવા ગટગટાવી બંન્ને સારવારમાં : દેણુ કે વ્યાજખોરોનો ત્રાસ ? : પોલીસ તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧ :  વઢવાણના સંઘવી શેરીમાં રહેતા સોની પરિવારના બે સગાભાઇઓએ સજોડે જેરી દવા ગટગટાવી લેતા પરિવારને ખબર પડતા તાત્કાલીક અસરે દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જયાં આ બન્ને ભાઇઓની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંઘવી શેરીમાં રહેતા કલ્પીતભાઇ પ્રવિણભાઇ પાટડીયા સોની ઉ.વ.૩૬ અને અક્ષય પ્રવિણભાઇ પાટડીયા સોની ઉ.વ.૩૯ આ બન્ને ભાઇઓએ પોતાના જ ઘરે મોડીરાત્રીના સમયે સજોડે ઝેરી દવા ગટગટાવી લેવાનો બનાવ બનવા પામ્યો છે.

ત્યારે આ બન્ને ભાઇઓએ ઝેરી દવા ગટગટાવતા જીગીસાબેન કૌશિકભાઇ ફીચડીયા (સોની) રે. વાઘેશ્વર સોસાયટી ચોકવાળાએ પોલીસને જાણકારી આપતા વઢવાણ પોલીસ દોડી આવેલ છે. જયારે હાલમાં દવા પીવા પાછળનું કારણ બહાર આવેલ નથી અને આ ઘટનાથી સોની સમાજમાં ભારે ચર્ચનો વિષય બન્યો છે. ત્યારે આ બન્ને ભાઇઓને દવા પીવા પાછળનું કારણ દેણુ ? કે વ્યાજ વટાવ વાળાના પરેશાની ? વગેરે ઉપર હાલમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. (૮.૯)

(12:27 pm IST)