Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભાવનગરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો બુધા મકવાણા ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા. ર૧ :  શહેરના કાળીયાબીડમાં આવેલ અંજની હાઇટસ નામના ફલેટના ચોથા માળે ફલેટ નં. ૪૦રમાં કેટલાક શખ્સો ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોય તેવી બાતમીને આધારે એલ.સી.બી. પોલીસે દરોડો પાડી મૂળ સિહોરના વતનીઓ હાલ આ ફલેટમાં રહેતા બુધાભાઇ સુખાભાઇ મકવાણાને રૂા. ૬પપ૦૦૦ રોકડા તેમજ એલઇડી ટીવી, પાંચ મોબાઇલ સહિત કુલ રૂા. ૬૬૬૬૦૦ના મુદામાલ સાથે એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચ પર સટ્ટો રમી રમાડતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૮.૪) 

(12:26 pm IST)