Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પારડીમાં પોષણ અભિયાન નિમિતે બાલમેળો યોજાયો

લોધીકા તા.૨૧:  લોધીકા તાલુકાના પારડી ગામે પ્રાથમિક શાળામાં આવેલ આંગણવાડી તથા પારડી ગામમાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માહ અંતર્ગત અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત તમામ બાળકોને કુપોષણ માંથી મુકત કરવાનું જે દેશ વ્યાપી અભિયાન ચાલે છે તે અંતર્ગત પારડી ગામે શ્રી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાણાવસીયા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન, લોધીકા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન , લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂદ્ધસિંહભાઇ, ઉપ પ્રમુખ ભાવનાબેન મુકેશભાઇ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સોનલબેન સવજીભાઇ, પારડી ગામના સરપંચશ્રી તથા સદસ્યો અને ગામના આગેવાનો, બાળકો, માતાઓ વગેરે હાજર રહયા હતા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને કુપોષણ ધરાવતા બાળકોના વાલીઓને કેવા પ્રકારનો ખોરાક આપવો આર્યનની ગોળીઓ તથા કેલ્શિયમની ગોળીઓ સમયાંતરે કઇ રીતે લેવી અને દવાખાનાના તમામ સ્ટાફ, આંગણવાડી બહેનો પાસેથી આ બાબતની વિશેષ સલાહ લઇને માતા એ બાળકનું આરોગ્ય જોખમાય નહી તેવી ટિપ્સ આપવામાં આવી હતી. અને વિશેષમાં વત્સલાબેન  દ્વારા પણ તમામ ઉપસ્થિત માતાઓ, બાળકો અને કિશોરીઓને સ્વચ્છતા જાળવવા અને બજારૂ જે ખુલ્લો ખોરાક અને પેકેજીંગ નાસ્તાઓ જે ઉપલબ્ધ છે તે ન ખવડાવતા ઘરમાંજ બનેલો ગરમ અને તાજો નાસ્તો બાળકોને આપવા માટેની સલાહ આપવામાં આવી.

આ કાર્યક્રમમાં બાળકો દ્વારાા રંગલા રંગીલીના નાટક દ્વારા બાળ પોષણ અભિયાનને ઉજાગર કરતી કૃતિ રજુ કરવામાં આવેલ હતી તે ઉપરાંત આંગણવાડીના બહેનો દ્વારા પોષણ માહ અભિયાન અંતર્ગત લીલા અને તાજા શાકભાજી માંથી મળતા તમામ વિટામીન્સના ચાર્ટની ગોઠવણ કરી અને મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખશ્રી દ્વારા બાળકો માટે બેગ તથા નાસ્તા બોકસ તેમના તરફથી આપવામાં આવ્યા હતાં.(૧.૩)

(12:25 pm IST)