Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કોળી યુવાન પર ફાયરીંગની ઘટનાનાં ઘેરા પડઘાઃ વિંછીયા સજ્જડ બંધ

વેપારી એશોશીએશન દ્વારા અપાયેલા બંધના એલાનથી સજ્જડ બંધઃ પુર્વ સરપંચની આગેવાનીમાં વિંછીયાનાં યુવાનોની રેલી આરોપીની ધરપકડ કરવાની માંગ

કોળી યુવાન પર ફાયરીંગની ઘટના ઘટતા આજે વિંછીયા જડબેસલાક બંધ રહયું છે. તેની તસ્‍વીર વચ્‍ચેની તસ્‍વીરમાં ઘાયલક કોળી યુવકની તસ્‍વીર.

વિંછીયા તા.૨૧: વિંછીયામાં ગુરૂવારે સમી સાંજના કોળી યુવાન મુકેશભાઇ રાજપરા પર ફાયરિંગની ઘટનાના વિરોધરૂપે આજે વિંછીયા વેપારી એશોશીએશનએ વિંછીયા બંધનું એલાન આપતા વિંછીયા સજ્જડ બંધમાં જોડાયું છે. સવારથી જ ચા-પાનના ગલ્લા સહિત નાના-મોટા તમામ વેપારીઓ બંધમાં જોડાયા છે. વેપારી એશોશીએશનએ એવું બોર્ડ મારી જણાવ્‍યું છે કે જયાં સુધી આરોપીઓ નહી પકડાય ત્‍યાં સુધી વિંછીયા બંધનું એલાન રહેશે.

કાલની ઘટનાની વિધિસર ફરિયાદ નોંધાઇ રહી છે. વિંછીયાના નવનિયુકત પી.એસ.આઇ. ખાચરના જણાવ્‍યા મુજબ વિંછીયાના કોટડા ગામના રસ્‍તે ૧ કિ.મી. દૂર વિંછીયાના સામાજિક કાર્યકર કોળી યુવાન મુકેશભાઇ મનસુખભાઇ રાજપરા પર સફેદ કલરની સ્‍વીફટ ગાડીમાં કુલદિપ શિવકુમાર મૂળ વિંછીયા હાલ બોટાદ તથા અન્‍ય ૪ અજાણ્‍યા શખ્‍સોએ એક રાઉન્‍ડ ગોળીબાર કરી મુકેશભાઇને પગ તથા માથાના ભાગે ઇજા કરી નાસી છૂટયા હતા. ઘાયલ મુકેશભાઇને પ્રથમ વિંછીયા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. વિંછીયાના પી.એસ.આઇ. ખાચરના વધુમાં જણાવ્‍યા મુજબ ત્રણ વર્ષ પુર્વે આરોપી કુલદિપના પિતા શિવકુમાર સાથે મુકેશભાઇને વિંછીયામાં માથાકુટ થઇ હતી એ વખતે મુકેશભાઇને બે લાફા મારી દીધા હતા. આ વાતનો ખાર રાખી જેના બદલા રૂપે ગઇકાલે ફયરિંગ થયાનું જણાવાય છે. વિંછીયા પોલીસ ૩૦૭ હત્‍યાનો પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. વિંછીયામાં સવારે ૧૦ વાગ્‍યે પુર્વ સરપંચ મનુભાઇ રાજપરા સહિત યુવાનોની રેલી નીકળી છે. સવારે ૧૦ વાગ્‍યાથી વિંછીયા સજ્જડ બંધ છે. આ બનાવથી વિંછીયા ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

 

(11:26 am IST)