Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સુરેન્દ્રનગરમાં મુળી ડોળિયા ગામ વચ્ચે ગંભીર અકસ્માત કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત: દંપતિનું ઘટના સ્થળે મોત

ચોટીલાથી સુરેન્દ્રનગર આવતા સર્જાયો અકસ્માત: ટેન્કર ચાલક થઈ ગયો ફરાર

સુરેન્દ્રનગરમાં મુળી ડોળિયા ગામ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે મળતી વિગત મુજબ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત નિપજ્યા છે અકસ્માતમાં કારમાં સવાર દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો છે વધુમાં મળતી વિગત મુજબ ચોટીલા થી સુરેન્દ્રનગર આવતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

(7:06 pm IST)