Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજીના સુપેડી ગામે વાડીમાં જુગારનો હાટડો ચાલતો'તોઃ ૭ પત્તાપ્રેમી પકડાયા

ધોરાજીનો મનોજ બાલધા જુગાર રમાડતો'તોઃ પીઆઈ જાડેજા તથા સ્ટાફનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

રાજકોટ, તા. ૨૧ :. ધોરાજીના સુપેડી ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવાની એસ.પી. બલરામ મીણાની સૂચના અન્વયે ધોરાજીના પી.આઈ. હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ધોરાજીના કુંભારવાડામાં રહેતો મનોજ કરમશીભાઈ બાલધા તેની સુપેડી ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમાડતો હોય ત્યાં રેઈડ કરતા જુગાર રમતા વાડી માલિક મનોજ, પરેશ મોહનભાઈ સોજીત્રા, રસીક ધનજીભાઈ બાલધા, દિપક રમણીકભાઈ ઠુંમર તથા રમણીક વજુભાઈ બાલધા રે. તમામ કુંભારવાડા ધોરાજી, ભીમા બાવનજીભાઈ ઠુંમર રે. કડીયાવડ ધોરાજી તથા ચેતન નરસીભાઈ ત્રાડા રે. હિરપરા વાડી રાજલક્ષ્મી પાર્ક-૨ ધોરાજીને રોકડા રૂ. ૫૫૨૧૦ તથા ૫ મોબાઈલ મળી કુલ રૂ. ૭૦૨૧૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ રેઈડમાં ધોરાજીના હેડ કોન્સ. હિતેષભાઈ બાબુભાઈ, પો.કો. રવિરાજસિંહ તથા પો.કો. અરવિંદસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:59 pm IST)