Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

શેત્રુંજી નદીમાં ઘોડાપુર

અમરેલી જિલ્લામાં ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક

ગારીયાધાર તા. ર૧ :.. ગારીયાધાર તાલુકાના લુવારા ગામ પાસે આવેલી શેત્રુંજી નદીમાં ગઇ બપોર બાદ અમરેલી જિલ્લામાં ઉપરવાસના પડેલા વરસાદના કારણે નદીમાં ઘોડાપુર પાણીની આવક શરૂ થઇ હતી.

બપોર બાદ લુવારા ગામ નજીક આવેલી શેત્રુંી નદીમાં સાંજે ૪ કલાકે અમરેલી જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીની અંદર ઓચિંતાની પાણીની આવક શરૂ થઇ હતી આ પાણીનો પ્રવાહના કારણે શેત્રુંજી નદી પરના પુલ નીચે અડીને પાણી વહેતું થયું હતું નદીમાં આવેલા ઘોડાપુરના કારણે સમગ્ર પંથકના લોકો આ પાણીનો નિહાળવા માટે ઉમટી પડયા હતાં.

(11:47 am IST)