Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

કચ્છમાં ૨૦ હજાર કરોડના ખર્ચે અલ્ટ્રા-મેગા સોલાર પ્લાન્ટનું નિર્માણ કરાશે

ભુજ,તા.૨૧:રાષ્ટ્રીય એનજી કંપની એનટીપીસી ગુજરાતમાં કચ્છ ખાતે ૫૦૦૦ મેગાવોટ સુધીનું ઉત્પાદન કરી શકે એવો અલ્ટ્રા-મેગા સોલાર પ્લાનટ સ્થાપવાની યોજના ધરાવે છે. અને તેમાં ૨૦,૦૦૦ કરોડથી પણ વધારે રોકાણ કરાશે.

કચ્છ અને રાજસ્થાનમાં પણ અલ્ટ્રા-મેગા પ્લાન્ટની સ્થાપના માટે અમો વિચારી રહ્યા છીએ. કચ્છમાં એમ પ્રતિ મેગાવોટ ૪ કરોડના રોકાણ સાથે ૫૦૦૦ મેગાવોટ નું ઉત્પાદન કરવાની યોજના ધરાવીએ છીએે. જેના માટે કુલ ૨૦,૦૦૦ કરોડ નું રોકાણ કરવું પડશે. અમે કચ્છમાં બે થી ત્રણ સ્થળો શોધી રહ્યા છીએ. આ પાર્કમાં રોકાણ કરવા માટે અમે અન્ય કંપનીને પણ આમંત્રિત કરીશું એમ એનટીપીસીના ચેરમેન અને એમડી ગુરૂદીપસિંહએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કંપની રાજસ્થાનમાં પણ અલ્ટ્રા -મેગા સોલાર પાર્ક સ્થાપવા માટે નજર દોડાવી રહી છે. એનટીપીસી સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પાદન કરવા માટે વિવિધ શહેરોની મ્યુનિસિપાલીટીઓ સાથે જોડાણ કરવાની યોજના ધરાવે છે.

(3:42 pm IST)