Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બાબરાના વાંડળીયા ગામે શિમ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપાયો :આરોપી બાઈક મૂકી ફરાર

 

બાબરા તાલુકાના વાંડળીયા ગામે શિમ વિસ્તાર માં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની અમરેલી જીલ્લા એસ જી પોલીસને બાતમી મળતા વાંડળીયા થી હરસદપુર જવાના રસ્તે આવેલી શિમ વાડીમાંથી ૨૨ બોટલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ કીમત રૂપિયા ૬૬૦૦ તેમજ બાઈક કીમત રૂપિયા ૨૦,૦૦૦ રેઢું મૂકી અજયભાઇ રામભાઇ ગાંગળીયા મંગળુભાઇ કરશનભાઇ ડેર (રહે વાંડળીયા તા.બાબરા )નાસી છૂટવા અંગે એઓજી પોલીસ કોન્સ કિશનભાઈ હાડગરડા દ્વારા બાબરા પોલીસ ફરિયાદ આપતા તપાસ હાથ ધરવા માં આવી છે.

(12:14 am IST)
  • પી. ચિદમ્બરમને બે કલાકમાં હાજર થવા નોટિસ :ચિદમ્બરમના ઘરે પહોંચેલી ઇડી અને સીબીઆઈ ટીમ ખાલી હાથ પાછી ફરતા સીબીઆઈએ બે કલાકમાં હાજર થવા નોટિસ ફટકારી : . INX મીડિયા કેસમાં હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી છે.સાથે જ ઇડી અને સીબીઆઇ જલ્દી જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે access_time 1:14 am IST

  • પટના મેયરના પુત્ર પર આંખ મારવાનો આરોપ ;મહિલા કોર્પોરેટર પીન્કીદેવીએ કહ્યું પહેલી વાર ઇગ્નોર કર્યો,હવે સહનશક્તિની હદ થઇ ગઈ :પટના નગરનિગમનો જૂથબંધી ચરમસીમાએ પહોંચી : અંદરો અંદરની લડાઈ હવે ખુલીને બહાર આવી :આરોપ પ્રત્યારોપણ બાદ મેયર સીતા સાહુના પુત્ર શિશિર પર લાગ્યો ગંભીર આરોપ access_time 1:22 am IST

  • ચિદમ્બરમને રાહત નહિઃ સીજેઆઇ કરશે સુનાવણીઃ આઇએનએકસ મીડીયા કેસ મામલે ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રિમકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇઃ ચિદમ્બરમને હાલ કોઇ રાહત આપવામાં આવી નહિઃ સુપ્રિમકોર્ટે મામલો સીજેઆઇ પાસે મોકલ્યોઃ હવે સીજેઆઇ કરશે આ મામલાની સુનાવણી access_time 11:30 am IST