Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબીમાં ભૂદેવ આવશ્યક સેવા પ્રકલ્પ અંતર્ગત RTE ના ફોર્મ નિશુલ્ક ભરી આપવામાં આવશે

મોરબી : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભુદેવ આવશ્યક સેવા પ્રકલ્પ અંતર્ગત બ્રાહ્મણ પરિવારનાં બાળકો માટે RTE અંતર્ગત બાળકોનાં શાળા પ્રવેશ માટે તારીખ ૨૫/૬/૨૦૨૧ થી ૫/૭/૨૦૨૧ સુધી નિ:શુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે.
રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બાળક અને માતા/પિતા નું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, બાળક અથવા વાલીની બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, માતા/પિતા ની સહીનો નમૂનો, બીન અનામત વર્ગનો દાખલો સાથે સાર્થક વિદ્યામંદિર, એલ.ઈ.કોલેજ રોડ, મોરબી અને લાભ એસોસિએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 9 થી 11 અને બપોરે 4 થી 6 આવવાનું રહેશે.
વધુ માહિતી માટે સચિનભાઇ વ્યાસ - મો. ૯૭૨૭૪ ૬૪૧૬૪, કિશોરભાઈ શુક્લ(પ્રમુખ) – મો. ૯૮૨૫૭ ૪૧૮૬૮, કેયુરભાઈ પંડ્યા (મહામંત્રી) – મો. ૯૪૨૯૪ ૮૪૪૪૦ નો તારીખ 21 જૂન થી સવારે 10 થી 11 અને બપોરે 4 થી 6 દરમિયાન ફોન કરી શકો છો

(8:39 pm IST)