Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મોરબી તાલુકા ભાજપ દ્વારા મહેન્દ્રનગર અને રવાપર ચોકડીએ યોગ દિવસની ઉજવણી કરાઈ

મોરબી :આજે વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી તાલુકા ભાજપ દ્વારા મોરબી તાલુકામાં બે સ્થળે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રનગર અને રવાપર ચોકડી ખાતે આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં આગેવાનો જોડાયા હતા  

મોરબી તાલુકા ભાજપ દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રભુ કૃપા ટાઉનશીપ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના આગેવાનો તેમજ રવાપર ચોકડી ખાતેના ઓમ પાર્ટી પ્લોટ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી
આ તકે માનસિક અને શારીરિક તંદુરસ્તી કેવી રીતે કેળવી સકાય તેવું યોગ અને પ્રાણાયામનું સરળ ભાષામાં જ્ઞાન આપતા યોગ શિક્ષક અંબારામભાઈ કવાડિયા અને હર્ષદભાઈ ગામીનું મહેન્દ્રનગર ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને રવિભાઈ સનાવડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

(8:32 pm IST)