Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જુનાગઢ પોલીસે સાર્થક કરી દીધુ પોલીસ પ્રજાનો મિત્ર છે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૧: જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વાર્રાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. દેવાભાઈ, નારણભાઇ, મેહુલભાઈ, પો.કો. નાગદાનભાઈ, કૈલાશભાઈ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા અરજદાર નિવૃત આર્મીમેન નાગજીભાઇ વાસણની રજુઆતના આધારે બે લાખ જેટલી માતબર રકમ પચાવી પાડનાર અરજદાર સિનિયર સીટીઝન આર્મીમેનના સમાજના આગેવાનને દીકરા સાથે બોલાવી, રૂપિયા પરત કરી દેવા દબાણ લાવતા, પોલીસની ભાષામાં સમજાવતા, અરજદાર સિનિયર સીટીઝન આર્મીમેનના રૂપિયા પરત આપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને રૂપિયા એક લાખ ઉભા ઉભા આપી દીધા હતા. ઉપરાંત, બાકીના રૂપિયા પણ એક મહિનામાં પરત આપવા લખાણ લખી આપતા, ર્ંસિનિયર સીટીઝન એવા અરજદાર આર્મીમેન તથા નિવૃત આર્મી એસોસિએશન ના પ્રમુખ બી.કે.પરમાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ ર્ંપોતાની ફરજ ગણાવી, ભૂતકાળમાં તેઓએ દેશની સેવા કરેલ હોઈ, રિટાયર્ડ સિનિયર સીટીઝન એવા આર્મીમેનને મદદ કરવીએ પોલીસની અગત્યની ફરજ ગણાવી, અરજદારને પોતાના રૂપિયા યોગ્ય જગ્યાએ રોકાણ કરવા અને તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન માતબર રકમ પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યકત કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન માતબર રોકડ રકમ પરત ના મળતી, એવી લાગણી વ્યકત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યકત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ જિલ્લાના ર્ંપોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને પોતાની જીવન મરણ સમાન મૂડી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિર્ત્વં નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

(1:34 pm IST)