Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

જૂનાગઢના નવા કલેકટર, ડીડીઓ અને મ્યુનિ. કમિશ્નર એક-બે દિવસમાં ચાર્જ સંભાળશે

બદલી પામેલા અધિકારીઓ પર શુભેચ્છાની વર્ષા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧ :. જૂનાગઢના નવા કલેકટર, ડીડીઓ અને મ્યુનિ. કમિશ્નર એક-બે દિવસમાં હાજર થઈ ચાર્જ સંભાળશે.

શનિવારે રાજ્યના ૭૭ આઈએએસ અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવેલ. જેમાં જૂનાગઢ કલેકટર તરીકે પ્રસંશનીય કામગીરી કરનાર ડો. સૌરભ પારઘીની જામનગર કલેકટર તરીકે બદલી કરી તેમની જગ્યાએ દાહોદ ડીડીઓ રચિત રાજને મુકવામાં આવેલ.

જૂનાગઢ ડીડીઓ પ્રવીણ ચૌધરીને અમદાવાદ કોર્પોરેશનમાં ડે. કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે તેમની જગ્યાએ કપડવંજના આસિ. કલેકટર મીરાંત પરીખની નિમણૂંક કરવામાં આવી છે.

જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાની બોટાદ કલેકટર તરીકે બદલી થઈ છે. તેમની જગ્યાએ પોરબંદરના નિવાસી અધિક કલેકટર આર.એમ. તન્નાને મુકવામાં આવેલ છે.

નવા અધિકારીઓ એક-બે દિવસમાં ચાર્જ સંભાળી નવી ફરજના શ્રીગણેશ કરશે.

(1:32 pm IST)