Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ખંભાળીયાના પ્રાંત અધિકારી ડી. આર. ગુરવને અમરેલી ડી.ડી.ઓ. તરીકે પ્રમોશન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૧ :  ભાણવડ શહેરમાં બે તબક્કામાં ઐતિહાસિક તથા ભાણવડ શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં કયારેય ના થયું હોય તેવું મેગા ડિમોલીશન ઓપરેશન કરીને બે તબક્કામાં ૯ર થી વધુ દુકાનો સાથેના ચાર કોમર્શીયલ કોમ્પ્લેક્ષને દબાણ હટાવો ઓપરેશનમાં તોડી પાડનાર ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી ડી.આર. ગુરવની બદલી અમરેલી ડી.ડી.ઓ. તરીકે પ્રમોશનથી થઇ છે.

તાજેતરમાં ભાણવડમાં મેગા ડિમોલીશન કર્યા પછી હવે તેમનું ટારગેટ ખંભાળિયા શહેર હતું જેની તજવીજ પણ શરૂ કરેલી ત્યારે બદલી થતા દબાણકારોમાં જીવમાં જીવ આવ્યો છે.

(1:28 pm IST)