Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

બગસરા પોલીસ દ્વારા લોકડાઉનમાં ૧૭૬ ટુ વ્હીલરો જપ્તઃ દંડ વસુલી

બગસરા તા.ર૧: પોલીસ સ્ટેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનમાં પકડાયેલ ૧૭૬ ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનોને દંડ વસુલ કરીને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નીર્લીપ્ત રાય અને નાયબ પોલીસ અધિક્ષક એમ. એન. રાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ અન્વયે લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે હાલ ગુજરાત રાજય સરકાર તથા ડી.જી.પી. શ્રી ગુજ. રા. ગાંધીનગરનાઓએ ગુજરાત રાજય લોકડાઉન કરેલ છે જેથી બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ. કે. મકવાણા અને પી.એસ.આઇ. યુ.એફ. રાઓલ દ્વારા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કામ વગર બહાર ફરતા હોય એક બીજાના સંપર્કમાં ન આવે કે ટોળા ભેગા ન કરે તેવા હેતુથી આઇપીકો કલમ ર૬૯ ર૭૦ તથા ૧૮૮ (જાહેરનામા ભંગના) બદલ પકડાયેલ  ટુ વ્હીલર અને ફોર વ્હીલર ૧૭૬ ગાડીઓ ડિટેઇન કરેલ હોય જેથી બગસરા પોલીસ દ્વારા દંડ કરીને છોડવામાં આવેલ.

એમ.વી. એકટ કલમ ર૦૭ મુજબ નાના મોટા કુલ ૧૭૬ વાહનો ડીટેઇન કરેલ છે ત્યારે હાલ રોજના રપ થી ૩૦ વાહનો છોડવામાં આવી રહેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડીઓ છોડાવતા અરજદારોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની પણ બગસરા પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે તેમજ બગસરા પોલીસ દ્વારા લોકોને સૂચનાઓ પણ આપવામાં આવે છે કે જરૂરી કામ વગર બહાર ના નીકળો અને માસ્ક અવશ્ય પહેરવું ઘરે રહો સુરક્ષિત રહો તેવી સૂચનાઓ આપેલ છે.

(12:00 pm IST)