Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ઉપલેટાના ઢાંકની સીમમાં પાંચ પશુઓનું મારણ કરનાર દિપડો પાંજરે પૂરાયો

 ઉપલેટા તા. ૨૧ : અહીંયા છેલ્લા કેટલાક દિવસ થયાઙ્ગ ઢાંક ગામના માકેસર સિમ વિસ્તારમાં ૫ બકરા નું તેમજ વિહારકા સિમ વિસ્તાર માં ૧ કુતરાનું મારણ દીપડા કરેલ હોવાની જાણ ઢાંક ગામના રહીશો તેમજ સરપંચ હતા. ઉપલેટા સામાજિક વન વિભાગને જાણ કરવામાં આવતા છેલ્લા પાંચઙ્ગ દિવસથી ઢાંકમાં સંભવિત લોકેશન પર પાંજરૃં ગોઠવેલ હતું.

જેમાંઙ્ગ કાલેઙ્ગ ઢાંક ગામની વિહારકા સિમ વિસ્તારના આવેલ ભુપતભાઈ માંકડની વાડીએ પાંજરૃં મુકેલ હતું. જેમાં સાંજના ૮.૩૦ કલાકે દીપડો(માદા) (સંખ્યા ૧) પુરાય ગયેલ, જેની ઉમર આશરે ૪ વર્ષ છે, તેમજ તંદુરસ્ત છે, જેને હાલ સામજિક વનીકરણ રેન્જ હસ્તકની મોજીરા નર્સરી પર રાખવામાં આવેલ છેઙ્ગ

આ કામગીરીમાં એમ.એન.કચોટ, એમપી વરાણીયા, રમેશભાઇ વાઘેલા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.

(11:49 am IST)