Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઇ તરફથી જરૂરીયાત મંદ શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરાશે

ખીરસરા,તા.૨૧: લોકડાઉન ચાલી રહેલ છે તેવા સમયમાં કાયમી રોજગારી મેળવીને પરીવારનું ગુજરાન ચલાવતા લોકો માટે કપરો સમય છે. આવા સમયે મંજુર વર્ગના લોકોને મદદરૂપ થવાના આશયથી તેવોને ભુખ્યા ન રહે તેવા જરૂરીયાત મંદ લોકોને અનાજ કિટનુ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તરફથી તેમના સ્વયંમ સેવકો એ બનાવે છે. જેમાં ધવનો લોટ તેલ ચોખા મગદાળ ખાંડ બેટેકા ડુંગળી જેવી અનાજ કિટો બનાવેલ છે જેનું વિતરણ કરવામાં આવશે તેમ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા જણાવે છે આવા સેવાકીય કાર્યને બિરદાવતા રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ રામાણી રા.લો.સંધના વાઇરસ ચેરમેન મનસુખભાઈ સરધારા રાજકોટ માર્કેટ યાર્ડ ના ડિરેકટર પરસોતમભાઈ સાવલિયા ભાજપ અગ્રણી જે.ડી.ડાગર પ્રમુખ સંજયપિપળીયા ,મહામંત્રી હરસુખભાઈ, મહામંત્રી સંજયભાઈ બોરીચા, પ્રવિણભાઈ પાધડાર,યોગરાજસિંહ જાડેજા, મહામંત્રી દશરથસિંહ જાડેજા મહામંત્રી મનસુખભાઈ વેકરીયા,રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ડવ,સુરેશભાઈ રામાણી તેમજ ભાજપ અગ્રણી ઓ એ સેવાકીય કામગીરી ને બિરદાવેલ તેમજ આ કાર્યને સફળ બનાવનાર અનાજ રાશન કિટો બનાવવા તા સ્વયંમ સેવકો ને આગેવાનો એ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાના ઘરે આવી અભિનંદન પાઠવેલ.

(10:28 am IST)