Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર જિલ્લાનાં પોલીસ કર્મચારીઓ દ્વારા મતદાન કરાયું

ભાવનગર :આગામી તા.૨૩ એપ્રિલનાં રોજ યોજાનારી ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર જિલ્લાનાં પોલીસ કર્મચારીઓ માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરનાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

(9:03 pm IST)
  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST