Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પોતાની પત્નીના ચાલચલણ પર શંકા કરીને વાંકાનેરમાં પત્નીનું છરી વદે નાક કાપી નાખતો પતી : ઈજાગ્રસ પત્નીને હોસ્પીટલમાં ખસેડાઈ : પોલીસે પતી કેશુ ચારોલીયાની કરી અટકાયત

વાંકાનેરમાં પોતાની પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા કરી ઝગડો કરી દેવી પૂજક શખ્સે છરી વડે તેણીનું નાક કાપી નાખ્યાનો વિચિત્ર બનાવ બનતા પોલીસ દોડી ગઈ હતી.

ગાયત્રી મંદિર પાસે આવેલા વૃદ્ધાશ્રમ નજીક રહેતા કેશુભાઈ વેરસીભાઈ ચારોલીયાએ તેની પત્ની શોભનાબેનના ચારિત્ર્ય ઉપર અવાર-નવાર શંકા કરતો હતો. તેમજ અવાર નવાર તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. તેમજ અવાર-નવાર મારકુટ કરતો હતો. બનાવ બાદ અનેક વખત પત્ની તેના માવતરના ઘરે ધ્રોલ ખાતે રીસામણે ચાલ્યા ગયાં હતાં.

થોડા સમય પૂર્વે પત્ની તેણીના સંતાનોને મુકીને ધ્રોલ રીસામણે ચાલ્યા ગયાં હતા. ત્યારે પતિ તેણીને તેડી આવ્યો હતો. ત્યારબાદ ઘરે આવી પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને છરી વડે પત્નીનું નાક કાપી નાંખ્યું હતું. બનાવમાં ઈજા ગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ પોલીસને અંગેના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને આરોપી પતિની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(11:41 pm IST)