Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જૂનાગઢના ઉમાધામ ગાંઠીલામાં પાટોત્સવ

જૂનાગઢઃ રાજરાજેશ્વરી માં ઉમાના દશમ્ પાટોત્સવમાં કંડલા પાટીદાર સમુદાય આવી કાળઝાળ ગરમીમાં ઉમાધામ ગાંઠીલ ખાતે ઉમટી પડયો હતો. ૧૧ કુંડી યજ્ઞની સાથે સંપૂર્ણ ધાર્મિક અને આસ્થાથી શરૂ થયો. આ સાથે સામાજીક ક્ષેત્રે બહેનો માટે ફ્રી હીમોગ્લોબીન કેમ્પ યોજાયો હતો. સાંજે 'રાધા ઘેલો કાન' કલાસીક ઈવેન્ટ રાજકોટ દ્વારા ખૂબ સરસ ભકિતમય કાર્યક્રમ રજુ થયો હતો. જેમાં મંદિરના ટ્રસ્ટ પ્રમુખ વાલજીભાઈ ફળદુ, ટ્રસ્ટીઓ કાંતિભાઈ ફડદુ, બીપીનભાઈ કનેરીયા, યુવા ટ્રસ્ટી નિલેશભાઈ ધુલેશીયા, ચેતનભાઈ ફડદુ સહિતના ટ્રસ્ટીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ ધુલેશીયાએ મંદિરના આગામી પ્રોજેકટ 'વડીલ વાટીકા'ની માહિતી આપી હતી. સાંજે મહાઆરતીમાં ૧૧૧૧ દિવા સાથે બહેનોએ આરતીમાં ભાગ લીધો હતો. આ આરતીથી સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. આ ઉમાને રથમાં સ્ટેજ સુધી પુરા ભકિતમય માહોલમાં પહોંચાડયા હતા. આ કાર્યમાં નિતીનભાઈ ફડદુ, રાકેશભાઈ ધુલેશીયાની ટીમે જહેમત ઉઠાવી હતી. મહિલા સમિતિના અધ્યક્ષ પ્રા. ડો. ઉષાબેન હાંસલિયા તથા સમગ્ર મહિલા સમિતિની બહેનોએ જહેમત ઉઠાવી હતી. ૧૦૦૦ બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો. સાંજના ભોજન પ્રસાદમાં ભાવિકોએ લાભ લીધેલ હતો. રસોડા સમિતિના મુન્નાભાઈ ફડદુ, કાંતિભાઈ બેરા અને તેમની ટીમે ખૂબ સરસ આયોજન કરેલ. સફળ બનાવવા માટે સંસ્થાના મંત્રી મહેન્દ્રભાઈ કાલરીયા અને ડો. સી.બી. રાજપરા અને સંસ્થાના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)(૨-૨૧)

(3:00 pm IST)