Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અકસ્માતમાં મૃત્યુ પામેલ રીક્ષાચાલક અમુલખભાઈ બાવળીયાના પરિવારને ન્યાય આપોઃ કુંવરજીભાઈ

તંત્ર દ્વારા મૃતકના પરિવારોને બેરહેમીથી માર મારેલઃ મૃતક અમુલખભાઈની લાશ જેતપુર હોસ્પિટલમાં છે, ન્યાય માટે ઉપવાસ ઉપર બેઠા છેઃ પગલા લેવાતા નથી

રાજકોટ, તા.૨૧: જેતપુર બાયપાસ રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુ પામેલ અમુલખભાઈ બાવળીયાના પરિવારજનોને ન્યાય આપવા ધારાસભ્ય શ્રીકુંવરજીભાઈ બાવળીયાએ ગાંધીનગરમાં અધીક મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકને પત્ર લખી રજુઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે ગત ૧૮મી એપ્રિલના રાત્રિનાં ૧૦ વાગ્યે જેતપુર બાયપાસ રોડ પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયેલ. આ અકસ્માતમાં રીક્ષાચાલક અમુલખભાઈ વિરજીભાઈ બાવળીયાનું સ્થળ પર મૃત્યુ થયેલ અને તેમનાં પત્નિ રાજકોટ હોસ્પિટલ ખાતે ગંભીર છે. આ બનાવનાં અનુસંધાને સ્થળ પર ફરજ પરનાં પી.એસ.આઈે વાઢીયાની જોહુકમીનાં કારણે ઉશ્કેરાટ થતાં પોલીસે મૃતકનાં સ્નેહીઓને બેરહમ માર મારેલ જે હાલ ચાર વ્યકિતઓ જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકની લાશ અત્યારે જેતપુર હોસ્પિટલમાં છે, સગાસંબંધીઓ અને સમાજનાં લોકો જેતપુર હોસ્પિટલ ખાતે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહિં સંભાળવા અને ઉપવાસ પર બેઠેલા છે. મૃતદેહને આજે ત્રીજો દિવસ થયો છે, પગલાં લેવાતા નથી, કાર્યવાહી થતી નથી. સત્વરે કાર્યવાહી કરવા અને મૃતદેહને ઉપાડાય તેવી વ્યવસ્થા કરવવા કુંવરજીભાઈએ અંતમાં જણાવ્યું છે.(૩૦.૫)

(12:45 pm IST)