Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત તાલુકાના ૮૦ મહિલા ને ગેસ કીટ અપાઈ

ધોરાજીઃ જામકંડોરણા સહીતના ગુજરાતભરમા પ્રધાનમંત્રી ઉજવલા યોજના અંતર્ગત ઉજ્જલા દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી અપારનાથી સાહેબ ના અધ્યક્ષ સ્થાન ઉજ્વલા દિવસ નો કાર્યક્રમ યોજાયો હતો આ તકે મામલતદાર શ્રી અપારનાથી સાહેબ જણાવ્યું હતું કે ઉજ્વલા યોજના અંતર્ગત ભારત સરકાર ગરીબ પરીવારો ના નિૅંશુલ્ક ગેસ કનેકશન આપી રહી છે. કેરોસીન મુકત ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આ સપના ને સકાર કરવા તથા રસોડા માંથી ધુમાડા તિલાંજલી આપવા આપણે સહુ એ આ યોજના મા બહોળી સંખ્યા મા લે તે ઉમદા હેતુ સર આ કાર્યક્રમ ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમ અનુસુચિત જાતી અનુસુચિત જન જાતી તથા બીપીએલ વાળા ગરીબ પરીવારો ની ૮૦ મહિલા ઓને સ્થળ પર ગેસ કિટ મંચસ્થ મહાનુભાવો વરદ્ હસ્તે અપાઈ હતી અના જામકંડોરણા તાલુકાના ૮૦૦ લાભાર્થી ગરીબ પરીવારો ને આ ઉજવલા યોજના આવરી લેવા જરૂરી સુચનો આપાયા હતા.  આ તકે આ કાર્યક્રમ મા મામલતદાર શ્રી અપારનાથી સાહેબ સીડીપીઓ શ્રીમતી શારદાબેન દેશાઈ મનીષભાઈ જોષી ભારત ગેસ એજન્સી નાપ્રદિપ સોંદરવાભાઈ સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.(તસ્વીર.કિશોરભાઈ રાઠોડ ધોરાજી)

(11:31 am IST)