Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જોડિયામાં લીકેજ વાલ્વથી પાણીનો બગાડ : પંચાયત તંત્ર બેધ્યાન

જોડિયા તા. ૨૧ : ગામ પાણી સંકટનો સામનો કરી રહ્યુ છે તેવા સમયે પંચાયત દ્વારા પ્રજાને સાતમા દિવસે પાણી વિતરણ કરતા હોય છે ત્યારે શેરીમાં પાણી વિતરણ સમયે પાણી વેડફાય જે રસ્તામાં વહી જતા પંચાયતના શાસકોના પેટનું પાણી આ બાબતે હલતુ નથી. ઉનાળાને ધ્યાનમાં રાખીને પંચાયતતંત્ર સરકાર પાસેથી નર્મદાનું પાણીની માંગણી કરી રહ્યા છે. વિતરણ સમયે જે તે વિસ્તારમાં પંચાયત તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે લીકેઝ વાલ્વનું સમારકામ કરાવી પાણી બચાવવાનો પ્રયત્ન હાથ ધરાવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.

પરશુરામ રથયાત્રાનું સ્વાગત

ભારતીય વર્ષ સંવત ૨૦૭૫ને પરશુરામ વર્ષના રૂપમાં ઉજવવાના સંકલ્પ  સાથે બ્રહ્મ પરશુરામ અખાડા અને બ્રાહ્મણ સંગઠનો દ્વારા આચાર્ય રાજેશ્વરજીના નેતૃત્વમાં શ્રી પરશુરામ યાત્રાનો રથ અત્રે આવેલ.  આ યાત્રાનો ઉદ્દેશ ભગવાન પરશુરામની ગૌરવમય શૌર્યગાથાનો પ્રચાર-પ્રસાર તેમજ દેશના સમસ્ત બ્રાહ્મણબંધુને એક સુત્રમાં બાંધી સંપર્ક અભિયાનનો છે.

 જોડીયામાં રથયાત્રા આવી પહોચતા સ્વાગત કર્યુ હતુ.

પ મી માર્ચ ૨૦૧૭ થી શરૂ થયેલી યાત્રા દેશના ૬૮૭ જીલ્લા મુખ્યાલય અને ૮૦૦૦ તાલુકા મથક અને ગામડાઓ સુધી પહોચશે. સંપુર્ણ ભારતમાં કુલ ૧ લાખ ૧૧ હજાર કિ.મી. લાંબી યાત્રા પુર્ણ કરી નેપાલ, ભુટાન, બાંગલાદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં જશે. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ જોડીયાના અગ્રણીઓ તેમજ સમસ્ત પરિવાર હાજર રહેલ. આ પ્રસંગે આચાર્ય રાજેશ્વરજીએ આર્શિવચન સાથે ઉદ્દેશ્યની જાહેરાત કરી સંપર્ક થકી એક બીજાની મુશ્કેલીમાં ઉપયોગી થવા અપીલ કરી હતી. વ્યવસ્થા ભરતભાઇ ઠાકર, હરીશભાઇ જોષી તેમજ યુવા બ્રહ્મસમાજે ઉપાડી હતી. આભારદર્શન બીનાબેન રાવેલે કર્યુ હતુ.

ડોે.આંબેડકર જયંતિની ઉજવણી

જોડીયા : તાલુકા કક્ષાનો જોડીયા ખાતે ડો.ભીમરાવ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિની ઉજવણી હર્ષ અને ઉમંગ સાથે જોડીયાના દલિત સમાજ દ્વારા કરાઇ હતી. સવારે દલિત સમાજના ભાઇબહેનોએ ડો.બાબાસાહેબની તસ્વીર સાથે શોભાયાત્રા યોજી જેમાં તાલુકાના ગામડામાંથી દલિત આગેવાનોએ ભાગ લીધો હતો.

બપોરે ગ્રામ પંચાયતના ન્યાય - સામાજીક સમિતિના અધ્યક્ષ પ્રકાશભાઇ ઉગાભાઇ પરમારના પ્રમુખસ્થાને સભા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સભા કાર્યક્રમમાં ઉપસ્થિત દલિત સમાજના અગ્રણી, યુવા, સરપંચ, ઉપસરપંચ, તલાટી મંત્રી, પંચાયત સભ્યોએ ડો. બાબા સાહેબની તસ્વીર પર માળાર્પણ કર્યા હતા.

સમાજની શિક્ષીત ૯ થી ૧૦ વર્ષની દિકરીઓ પ્રગતિબેન સથવાર, ઉર્વિશા બેન જાદવ, કલ્પના જાદવ ઉપરાંત સમાજના યુવા એડવોકેટ જીતુભાઇ પરમાર વગેરે ડો.બાબાસાહેબના સંગઠન, શિક્ષીત અને સંઘર્ષને અનુસરવા માટે સમાજના લોકોને જણાવ્યુ હતુ અને બાબા સાહેબનું જીવન ચરિત્ર અને ઇતિહાસ સમગ્ર દેશ માટે પ્રેરણાત્મક છે.

તલાટી મંત્રી બી.કે.જાડેજાએ સમાજના લોકોને વ્યસન મુકિત પર ભાર આપ્યો હતો અને સરકારશ્રીના અનામતનો લાભ લેવા જણાવેલ. આ તકે ભરત ઠાકર, સી.વાંક તથા સમાજના અગ્રણી દ્વારા પ્રાસંગિક પ્રવચનો અપાયા હતા.

કાર્યક્રમમાં પ્રથમ તાલુકાના ભાદરા ગામના ભીમ આર્યી ગ્રુપના યુવાનોએ ભાગ લીધો હતો. જોડીયાના મેઘજીભાઇ, વિરાભાઇ, ઘેલાભાઇ, માનજીભાઇ તથા યુવા અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન દિપકભાઇ કરશન ગોહિલે કર્યુ હતુ. સમાજના યુવા રમેશભાઇના માર્ગદર્શન હેઠળ સમાજના યુવા કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

(11:20 am IST)