Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

હળવદના ભલગામડામાં મજુરી કરતા પરિવારની સગીર વયની દીકરીનું બે શખ્શો દ્વારા અપહરણ

-મૂળ પાટણના વતની એવા ફરિયાદીએ પાટણ પંથકના બે યુવાનો સામે ફરિયાદ નોંધાવી

હળવદ  તાલુકાના ભલગામડામાં મજુરી કરતા પરિવારની ૧૫ વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી જવા અપહરણ કર્યા અંગે બે શખ્શો સામે ગુન્હો નોંધાયો છે.

  મૂળ પાટણના વતની અને હાલ હળવદના ભલગામડામાં રહીને મજુરી કરતા પરિવારની સગીર વયની દીકરીનું બે શખ્શો અપહરણ કરી ગયા હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે આરોપી દિલીપ હજૂર ઠાકોર અને હજૂર દલુજી ઠાકોર એ રહે. બંને ખીદટીયારી જી. પાટણવાળા આરોપીએ તેની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જી તેમજ આરોપી નં ૦૨ નાએ મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે હળવદ પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:32 am IST)