Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કચ્છમાં પવન ફુંકાતા કથાનો મંડપ તૂટયોઃ અંજારમાં ઝાપટુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવઃ દરિયામાં ભારે મોજા ઉછળવાની આગાહી

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર હવામાનમાં પલ્ટો આવ્યો છે અને પવનના સુસવાટા ફુંકાય રહ્યા છે આવા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ધુપ-છાંવનો માહોલ છવાયો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે મોજા ઉછળશે.

આવા વાતાવરણ વચ્ચે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થાય છે.

બપોરના સમયે ધોમધખતા તાપનો અનુભવ થઇ રહ્યો છે. અને લોકો આકરા તાપથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

છેલ્લા કેટલાય દિવસોથી રાજયમાં વધતી ગરમી વચ્ચે શુક્રવારે બપોરે અસહ્ય ગરમી પડી હતી જોકે, સાંજના સમયે રાજયના કેટલાક વિસ્તારોમાં  વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. જેના પગલે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. રાજયના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વાતાવરણમાં આવેલા પલટાના પગલે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.

ઙ્ગઙ્ગ બીજી તરફ પોરબંદરના દરિયા કિનારા ઉપર ઉંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસોમાં ભારે મોજા ઉછળે એવી આગાહી કરવામાં આવી છે. રાજયમાં તાપમાનની વાત કરીએ તો ગરમીનો પારો ઘટની ૪૦ ડિગ્રીની આસપાસ આવી ગયો છે. રાજયનું મહત્ત્।મ તાપમાન ૪૦.૮ ડિગ્રી અમરેલીમાં નોંધાયું છે. ૪૦.૮ ડિગ્રી સાથે અમરેલી શહેર રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજયમાં સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રીની આજુબાજુ રહ્યું છે.

ઙ્ગઙ્ગ આણંદઙ્ગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. જેના પગલે તારાપુર અને પેટલાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, કમોસમી વરસાદના કારણે ચિંતા પણ પ્રસરી હતી.

ઙ્ગઙ્ગ મળતી માહિતી પ્રમાણે કચ્છ વિસ્તારમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવવાથી અંજારના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભારે પવન ફૂંકાતો હોવાના કારણે અંજારના સત્ત્।ાપર ગામમાં કથાનો મંડપ તૂટ્યો હતો. અંહીં ગોવર્ધન પર્વતની વાર્ષીક ઉજવણી નિમિત્ત્। કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે પોરબંદરના દરિયા કિનારે તારીખ ૨૧ અને ૨૨દ્ગક્ન રોજ ઉંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે દરિયામાં ૨દ્મક ૩ મીટર ઉંચા મોજા ઉછળશે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસિસએ આ આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેવા પણ સુચના આપવામાં આવી છે.

ગઇકાલે  અમરેલીનું મહત્ત્।મ તાપમાન ૪૦.૮ ડિગ્રી, વડોદરાનું મહત્ત્।મ તાપમાન ૪૦.૪ ડિગ્રી, અમદાવાદનું મહત્ત્।મ તાપમાન ૪૦.૨ ડિગ્રી, ગાંધીનગરનું મહત્ત્।મ તાપમાન ૪૦ ડિગ્રી, રાજકોટનું મહત્ત્।મ તાપમાન ૪૦.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરનું મહત્ત્।મ તાપમાન ૪૦.૩ ડિગ્રી, કંડલા એરપોર્ટનું મહત્ત્।મ તાપમાન ૪૦.૩ ડિગ્રી રહ્યું હતું.

વાગડમાં વરસાદ સાથે ભારે પવન અને ગાજવીજનો માહોલ

રાજકોટ ; આજે સાંજથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો જોવાયો હતો રાજકોટ સહિતના શહેરોમાં પવનનું જોર વધ્યું હતું તેવામાં કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. વાગડ સહિતના કેટલાક પંથકમાં કમોસની વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના ગાગોદર, પંલાસવા, કિડિયાનગરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

(11:36 am IST)