Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મોરબી પાસે છરીની અણીએ બે વ્યકિતઓને લુંટી લેવાયાઃ રીક્ષાચાલક સહિત ત્રણ સામે ગુન્હો

પારસ વરાળીયા અને જગાભાઇ ભરવાડ પાસેથી મોબાઇલ-રોકડ લૂંટી ત્રણેય શખ્સો છનન

મોરબી,તા.૨૧: મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સિરામિક એકમ નજીક રિક્ષામાં આવેલઙ્ગ ત્રણ શખ્સે છરીની અણીએબે વ્યકિતને ,લુટી નાશી ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રામવિલા સોસાયટીમાં રહેતા પારસભાઈ કનુભાઈ વરાળીયાને આરોપી સી.એન.જી. રિક્ષા જીજે ૩૬ યુ ૭૭૭૩ના ચાલક રાકેશ તથા રિક્ષામાં પાછળ બેસેલ બે માણસો આરોપી બીલો નામનો માણસ અને સુનીલ નામનો માણસ એમ ત્રણેય શખ્સોએ રિક્ષા લઈને નીકળતા ફરિયાદી પારસભાઈ રાતના આશરે સવા નવેક વાગ્યા વખતે એ.બી.સી. સિરામિક કારખાનાના રસ્તે રોડ પર થી પોતાના ઘરે પીપળી રામવિલા સોસાયટીએ આવવા માટે નીકળેલ અને ઓપાકો સિરામીકના કારખાના પાસે આવતા ત્યાં મારુતિ શોપિંગ પાછળ રિક્ષા લઇ જઈ ત્રણેય શખ્સોએ ભય બતાવી લુટ કરવાના ઈરાદે રિક્ષામાં પાછળ બેસેલ આરોપી બીલો અને સુનીલના એ પકડી રાખી મોઢે હાથનો મૂંગો રાખી આરોપી રાકેશએ છરી વતી હાથમાં ઈજા કરી આરોપી બીલો તથા સુનીલ નામના માણસે મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ તથા રોકડ ૩૫૪૨ની લુટ કરી હતી. આ પહેલા આરોપીઓએ પાવડીયાળી કેનાલ આગળ પંપથી આગળના ભાગે સાપર ગામના સાહેદ જગાભાઈ ગેલાભાઈ ભુંડિયા ભરવાડ પાસેથી મોબાઈલ કીમત રૂ.૫૦૦૦ તથા ચાંદીનું કડું આશરે ૧૫૦ ગ્રામ કીમત રૂ.૬૦૦૦ની લુટ કરી રિક્ષા લઇ નાશી ગયા હોવાની ફરિયાદ પારસભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)