Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મોરબી સિરામિક એસો.દ્વારા ટ્રાફિક વોર્ડનને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ

મોરબીઃ વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડન જાહેર માર્ગો પર ફરજ બજાવતા હોય છે અને કોરોનાથી તેમનું રક્ષણ થઇ સકે સાથે જ કોરોના અંગે જાગૃતિ લાવવાના હેતુથી મોરબી સિરામિક એસો દ્વારા ટ્રાફિક વોર્ડનને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા હતા મોરબી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ ઉધરેજા, અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, કલોક એસો પ્રમુખ શશાંકભાઈ દંગી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડનને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા જેનો વધુને વધુ ઉપયોગ કરી કોરોના સામે જાગૃત બનવા અપીલ કરવામાં આવી હતી. માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું તે તસવીર.

(12:58 pm IST)