Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગોંડલ મોવિયા ગામે જુગાર રમતા છ પતાપ્રેમીઓ પકડાયા

કોટડાસાંગાણીના નવાગામ પાસે વરલીના આંકડા લેતો રાજકોટનો મહેન્દ્ર તન્ના પકડાયો

ગોંડલ,તા.૨૧: તાલુકાના મોવિયા ગામે જુગાર રમતા ૬ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે બસ સ્ટેન્ડ પાસે તાલુકા પોલીસના પૃથ્વીસિંહ ગોહિલ અને શકિતસિંહ જાડેજાએ દરોડો પાડી જુગાર રમતા હશેર છગનભાઇ ભલાળા, સુરેશ પરસોતમભાઇ ભલાળા, જીતેન્દ્ર ઉર્ફે વિપુલ ગાડુભાઇ, જયેશ દુલર્ભભાઇ વેકરીયા, સુભાષ રામજીભાઇ કાલરીયા તેમજ સુરેશ છગનભાઇ ભાલાળાને રોકડા રૂપિયા ૧૧,૫૦૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ કોટડાસાંગાણીના નવા ગામ (આણંદપર) પાસે નારણકા રોડ ઉપર જાહેરમાં વરણીના આંકડા લેતા મહેન્દ્ર રતિલાલ તન્નારે શ્રધ્ધાપાર્ક રાજકોટની ૧૨ હજારની રોકડ અને વરણીના સાહિત્ય સાથે કોટડાસાંગાણીના પો.કો. અમીત સુરૂએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:47 am IST)