Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

સુત્રાપાડા પંથકમાં દરિયા કિનારે બેફામ ખનીજ ચોરી

ગ્રામ પંચાયતની વારંવાર રજુઆતો બહેરા કાને અથડાયને પાછી આવે છે

પ્રભાસ પાટણ,તા.૨૧: સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરીયા કિનારેથી અનલીગણી જોરદાર ખનીજની ચોરી થઇ રહેલ છે. રાત્રી પડતાની સામે ૨૫ થી ૩૦ ટ્રેકટરો દ્વારા ખનીજની ચોરી શરૂ થઇ જાય છે. અને આખી રાત્રી દરીયા કિનારેથી બિન-કાયદેસર રેલીની ચોરી કરે છે અને બજારમાં મોટાભાવ લઇને રેતી વેચી નાખે છે.

આ રેતી ચોરીને કારણે દરીયો સતત આગળ વધી રહેલ છે. અને તેથી જમીનમાં ખારાપાણી પણ સતત વધી રહેલ છે અને ખેતીની ઉપજાવ જમીનને મોટુ નુકશાન થઇ રહેલ છે. તેમજ ખારૂ પાણી પણ આગળ વધવાને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થઇ રહેલ છે. તેમજ દરીયા કિનારે કોળી સમાજનું બાળ સ્મશાન આવેલ છે. તેને પણ આ ખનિજ માફીયાઓ દ્વારા ખોદી નાખેલ છે. અને રેતીની ચોરી કરી વેચી નાખેલ છે.

તાજેતરમાં તા.૧૭ના રાત્રીનાં ભેખડ ધસતાં આ રેતી ભરી રહેલ મંજુરો દટાયા હતા. જેામં રામ લખમણ સોલંકી નામનાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ૧૫ દિવસ રેતી ચોરી બંધ રહેલ અને ફરીથી શરૂ થયેલ છે. દરીયા કિનારેથી રેતી ચોરી ઉપર પ્રતિબંધ છે અને ઓફીસો પણ ખુબ જ નજીક આવેલ છે છતાં કોઇ જાતના પગલા લેવામાં આવતા નથી. તેવી બૂમ ઉઠી છે. જોરદાર ખનીજ ચોરી થઇ રહેલ છે. છતાં દૂષણને ડામવા કોઇ નકકર પગલાં ભરતા નથી.  લાટી ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજુઆતો થયેલ.

(11:42 am IST)