Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પન્ના ડેમ પાસે ટ્રકમાં સુતેલ મજૂરનું મોત

જામનગર તા. ૨૧ : જામનગર તાલુકાના મોટીખાવડી ગામેરહેતા કમલેશ હરીશભાઈ સંજોટ ઉ.વ. ર૭ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, પન્ના ડેમની બાજુમાં આવેલ રિલાયન્સ કંપની આઈ.આઈ.આર. રબ્બર પ્લાન્ટના સી.એમ.સી. સ્ટોર પાસે ઘેલુભા દરબારના ટ્રક નં. જી.જે.૧ર–ટી–પ૩૭૧ માં અરશીભાઈ નારણભાઈ સજોટ ઉ.વ. પ૩ વાળા સુતા હોય તયારે કોઈપણ કારણસર બેભાન થઈ જતાં સારવાર અર્થે જામનગર લાવતા ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

દારૂના જથ્થા સાથે ઝડપાયો

પંચ એ પોલીસ મથકના એમ.કે.ગઢવીએ જામનગર–રાજકોટ હાઈવે હાપા રેલ્વે સ્ટેશન જવાના રસ્તેથી ખુસાલભાઈ મનસુખભાઈ સોલંકી ખવાસ ઉ.વ. ર૮ રહે. ગુલાબનગરવાળાને પોલીસે ૬ર અડધિયા બોટલ કિંમત રૂ. ૧પપ૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે કુલદિપ પ્રફુલભાઈ ગઢવી નાશી ગયો હતો.

જોડીયામાંથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

જોડીયામાં મોટોવાસમાં રહેતો મનસુહ હુશેન સંઘાડને પોલીસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧પ૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે જુલાની ઉર્ફે મનુડો હુશેન નાશી ગયો હતો.

જોડીયામાં જુગાર રમતા ૭ ઝડપાયા

જોડીયા પોલીસ મથકના વી.એન.ગઢાદરાએ મયુરસિંહ બાબુભા જાડેજાની વાડી પાસે જાહેરમાં આ કામેના આરોપીઓ ઓસમાણ હાસમભાઈ સમેજા, રાજભા ચંદુભા સોઢા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, હાર્દિક ભટૃ, બાવલા હારૂન નોતીયાર, હરેશ મનુભાઈ જોષી અને મનસુર હુશેનને રેઈડ દરમ્યાન જુગાર રમતા રોકડ રૂ. ૩૬ર૦૦ સાથે ઝડપી પાડયા હતા.

ડ્રાઇવરે ૭ મણ જીરૂ વેચી ૩૬ હજારની ઠગાઇ કરી

જામજોધપુરમાં રાજાણી પ્લોટમાં રહેતા મેશુરભાઈ જેશાભાઈ મસુરા ઉ.વ. ૪૦ વાળા એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના મોમાઈ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સતાર જુસબભાઈ ધુધા રહે. જામનગરવાળો ટ્રક નંબર જી.જે.૧૦–ઝેડ–૮૦૦૦ માં સાહેદનું જીરૂના ૧૩ બારદાન તથા પરચુરણ માલસામાન ભરી નીકળેલ હોય જે પૈકી એક બાચકુ તથા બે ગુણી જીરૂ મળી કુલ સાત મણ જીરૂ કિંમત રૂ. ૩૬૦૦૦ નું વેચી દઈ ફરીયાદી તથા સાહેદ સાથે ઠગાઈ કરી ગુન્હો કરેલ છે.

એસ.ટી. ડેપો પાસેથી મોટર સાયકલ ચોરાયુ

અહીં વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા હિંમતભાઈ હમીરભાઈ મકવાણાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, વી.એમ.શાહ હોસ્પિટલની બાજુમાં પોતાની મોટર સાયકલ જી.જે.૧૦–બીએ–૭૬૦પ કિંમત રૂ. રપ હજારની પાર્ક કરેલ જયાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

(1:15 pm IST)
  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • લંગર ઉપર GST નહી લેવાયઃ પંજાબ સરકારનો મોટો નિર્ણય access_time 3:43 pm IST

  • રશિયાના રાષ્ટ્રપતિ આ ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈ ભારે ચર્ચામાં છે. ત્યારે એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી દાવો કર્યો હતો કે, પુતિન પોતાની સમાગમ શક્તિ વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે દાવો કર્યો હતો કે,2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. access_time 2:12 am IST