Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મીઠાપુર-દ્વારકા રોડ ઉપર કુતરૂ આડુ ઉતરતા મોટર સાયકલ સ્લીપઃ દિનેશભાઇ બારાઇનું મોત

ખંભાળીયા તા. ર૧ :.. મીઠાપુર - દ્વારકા રોડ પર મીઠાપુરથી ૩ કિ. મી. દુર દરગાહ પાસેથી મોટર સાયકલ નંબર જીજે-૧૦ બી. ઇ. ૦૧૮૭ નું લઇને જઇ રહેલ દિનેશભાઇ મંગલદાસ બારાઇ અને તેજસ દિનેશભાઇ બારાઇને કુતરૂ આડુ ઉતરતા સ્લીપ થઇ જતા દિનેશભાઇ બારાઇ ઉ.પપ રહેવાસી ઉદ્યોગનગર વાળાનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ હતું જયારે તેજસભાઇ બારાઇને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખસેડેલ છે.

મોત

દ્વારકા હાઇવે રોડ પર મો. સા. લઇને જઇ રહેલ લખમણભાઇ સોનગરા રહેવાસી રાણ ગામ વાળાને કાર નં. જીજે ૩૭ -ટી ૬૩૦૦ ના ચાલક એ પોતાની કાર પુરઝડપે બેફીકરાઇથી ચલાવી હડફેટે લેતા લખમણભાઇને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયાની ઉપરોકત કાર ચાલક વિરૂધ્ધ મૃતક લખમણભાઇના ભત્રીજા રામાભાઇ ભનુભાઇ સોનગરા એ કલ્યાણપુર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં મોત

ખંભાળીયા - જામનગર રોડ પર અત્રેથી ૧૮ કી. મી. દુર ખાનગી કંપનીના મર્ટીરીયલ ગેઇટ પાસે ઉભા રહેલા સામતભાઇ વીજુડાને એક કાર જીજે-૦૩ સી. આર. ૪૧૪૭ ના ચાલક એ હડફેટે લેતા સામતભાઇ વીજુંડા ને ગંભીર ઇજાઓ થતા મરણ ગયેલ આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ્ધ મૃતકના પુત્ર કાનાભાઇ વીજુંડા એ ખંભાળીયા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ જપ્ત

ખંભાળીયા સલાયા રોડ પરથી આરોપી ડાયા ડાડાભાઇ લુણા ઉ.ર૩ વાળો ગે. કા. ઇગ્લીશ દારૂની બોટલ નં. ૮ કિંમત રૂપિયા ૪૦૦૦ સાથે પકડાઇ આવતા પોલીસ એ ધોરણસરની તપાસ હાથ ધરી છે.

હૂમલો

ખંભાળીયા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા ફરીયાદી મણીબેન ગોરાભાઇ પરમાર ઉ.૬૦ વાળાની દીકરીની આરોપી ભીખા નાથા પરમારે મશ્કરી કરતા તેની ફરીયાદની અરજી કરવા ગયેલ ત્યારે સાથે રહેલ સાહેદ જીવાભાઇ હીરાભાઇ પરમારને મનદુઃખ રાખી આરોપી ભીખા નાથા પરમાર, ખેતીબેન નાથાભાઇ પરમાર રહેવાસી મહાદેવીયા વાળાએ છરી વડે હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી ફરીયાદી મણીબેન પરાર તથા સાહેદ જીવાભાઇ પરમારને ઇજા કર્યાની પોલીસ ફરીયાદ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ મણીબેન પરમારએ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ જપ્ત

ભાણવડના રાણપર ગામેથી આરોપી કાનાભાઇ બધાભાઇ કટારા ગે. કા. ઇગ્લીશ દારૂની બોટલ નંગ-ર૯ કિંમત રૂપિયા ૧૧૬૦૦ સાથે પકડાઇ આવેલ જેની પુછપરછ દરમિયાન અન્ય ચેક આરોપી બાવનભાઇ કાનાભાઇ કટારાની સંડોવણી બહાર આવતા ફરાર જાહેર કરી કાર્યવાહી રાજકોટ આર. આર. સેલ. પોલીસના સજુભા જાડેજા, કેશુભાઇ ભાટીયા, ડી. ડી. પટેલ એ હાથ ધરી છે.

ડૂબી જવાથી મોત

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ભીમશીભાઇ દેવસીભાઇ કરંગીયા પોતાની વાડીએ ખેતી કામ કરી નદીના કાંઠે આવેલ કુવામાં અકસ્માતે પડી જતા પાણીમાં ડબી જવાથી મરણ જતા પોલીસએ આગળની તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)
  • ભારે કરી.... નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારત સામે બાંગ્લાદેશનો પરાજય થયો હતો. વલસાડ તાલુકાનાં વાંકલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ બાબરભાઈ પટેલ રવિવાર રાત્રે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચ પત્ની સાથે નિહાળી રહ્યા હતાં. છેલ્લા બોલે છગ્ગો ફટકારતા જ પ્રવિણભાઈનું હ્રદય હુમલો થયો, હોસ્પિટલે જતા રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. access_time 1:49 am IST

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના હવેથી આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવશે. જેથી ભવિષ્યના મેનેજર્સ દબાણ વચ્ચે પણ શાંતિનો અનુભવ લઈ શકે. આઇઆઇએમ-અમદાવાદ ખાતે ભવિષ્યના કોર્પોરેટ લીડર્સને ભગવદ્‌ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું કે તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થશે. access_time 2:12 am IST

  • લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો નહિ દર્શાતા તેમને રિમ્સ હોસ્પિટલમાં લઇ ગયા access_time 4:24 pm IST