Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સુરેન્દ્રનગર પાસે રાજકોટ તરફ લઇ જવાતા પાણીની પાઇપ લાઇનમાં પાણી ચોરી કરતા ૯ ઝડપાયા

પોલીસ કાફલા સાથે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.નાં અને સુરેન્દ્રનગરના અધિકારીઓ ત્રાટકયા

વઢવાણ, તા. ર૧ :  ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં લખતર પાસે ઢાંકી મુકામેથી નીકળીને રાજકોટ તરફ દરરોજ પ૦ કરોડ લીટર પાપી આપતી પીવાના પાણીની બલ્ક વોટર પાઇપ લાનઇ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના દાણાવાડ, ગૌતમ ગઢ, ખાટકી, ખાખરાળા, વગેરે ગામોમાંથી પસાર થાય છે.

જયાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી થતી હોવાની ફરીયાદો ઉઠવા પામેલ હતી. પીવાના પાણીની આ પાઇપ લાઇનમાંથી પાણીની ચોરી કરીને ખેતી માટે પાણીનો વપરાશ થતો હોવાની પાણી પુરવઠા વિભાગની ફરીયાદના અનુસંધાને તા. ૧૯-૦૩-ર૦૧૮ના રોજ કલેકટરશ્રી સુરેન્દ્રનગર ઉદિત અગ્રવાલની સીધી સુચનાઓ હેઠળ જિલ્લા પોલીસ દળને સાથે રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાટડી ગામમાં પાંચ કિ.મી. પાઇપ લઇન પરના એરવાલ્વમાંથી ખેતી માટે અવિરત લેાવમાં આવી રહેલ પાણીના ગેરકાયદેસર કનેકશન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને ૯ વ્યકિતને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

એરવાલ્વામાંથી પાણી ચોરતા ઇસમો દ્વારા પાઇપ લાઇનથી લઇને તેઓના ખેતર સુધી વિતરણ કરીને પાકને પાણી પીવડાવી શકાય તેવું પાઇપ લાઇનોનું સુદ્રઢ માળખુ રચવામાં આવે છે.

જેના લીધે પીવાનું પાણી તેની નિર્ધારિત માત્રામાં છેવાડાના ગામો સુધી પહોંચતુ નથી. પોલીસ રક્ષણ હેઠળ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડના અધિકારીઓ તથા સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદાના પાણી વર્તમાન  સમયમાં જયારે અપૂર્તિ માત્રા પ્રાપ્ત છે તે સંજોગોમાં પીવાના પાણીની ચોરી અટકાવીને સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

પાણીની ચોરી નિાવરણવાની કામગીરીનું અમલીકરણ કરવાથી દુધેરજ પંપીંગ સ્ટેશનમાંથી પંપીંગ થઇને રાજકોટ સુધી પહોંચતા પાણીમાં સત્તર લાખ લીટર પ્રતિ કલાક જેટલો નોંધનીય વધારો માલુમ પડેલ છે.

(1:09 pm IST)
  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST

  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST