Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગોંડલની સગીરા ઉપરના બળાત્કાર કેસના આરોપીનો નિર્દોષ-છુટકારો

ગોંડલ તા.૨૧: ગોંડલના એડી સેશન્શ જજ જે.એન.વ્યાસે અપહરણ અને બળાત્કાર તેમજ પોકસો એકટની કેસમાં મહત્વનો ચુકાદો આપીને આરોપીને નિર્દોષ છોડી મુકેલ છે.

લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ આપેલ કે તા.૪-૨૦૧૭ના સવારે તેણી વાસણ માજવાના કામે ગયેલ અને પતિ શાકભાજી વેચવા ગયેલા હતા. અને સાસુ તથા બંને દિકરી દિકરાઓ ઘેર હતા. સાંજના તેણી ઘરે આવી ત્યારે દિકરીએ કહેલ કે બા નહાવા ગયા. ત્યારે બોપરના ચાર વાગ્યે તેની સગીર દિકરી ઘરેથી જતી રહેલ અને તપાસ કરતા મળી આવેલ નહી તેમના ઘરની બાજુમાં રહેતા ઘનશ્યામભાઇ ભીખુભાઇ પરમાર સાથે તેની દિકરી ઉ.વ.૧૪ વાળીને પ્રેમ સંબંધ હોય તેના ઘરે તપાસ કરતા તે પણ હાજર ન હતો જેથી ઘનશ્યામ ભીખુભાઇ મારી સગીર વયની દિકરી હોવાનું જાણવા છતાં લગ્ન કરવાના બદઇરાદે મારી સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલી પણામાંથી બદઇરાદે ભગાડી ગયાની ફરીયાદ આપેલ ત્યારબાદ સદરહું ગુન્હાનું ચાર્જસીટ કોર્ટ કરવામાં આવેલ.

સદરહુ કેસમાં આરોપીના ધારાશાસ્ત્રીની દલીલો ધ્યાને લઇ ફરીયાદ પક્ષના તમામ સાહેદોની મોખીક જુબાની તથા જુબાની દરમ્યાન રજુ થયેલ જુદા-જુદા દસ્તાવેજી પુરાવા ધ્યાને લેતા બનાવ વખતે ભોગ બનનારની ઉમર અઢાર વર્ષથી નાની હતી તેવું ફરીયાદ પક્ષ નિઃશંકપણે પુરવાર કરી શકેલ નથી તેજ રીતે ભોગ બનનારને આરોપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેણીના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોઇ તેમજ ભોગ બનનાર સાથે બળજબરી પૂર્વક કે તેણીની સંમતીથી શારિરીક સંબંધ બાધેલ હોય તેવી કોઇ પણ હકીકત ફરીયાદ પક્ષ નિઃશંક પણે સાબીત કરી શકેલ નથી જેથી આરોપી મનોજ ઉર્ફે ધનો ભીખાભાઇ પરમાર રહે લોધીકા વાળા ને IPC+363,366,376 તથા પોકસો એકટની ક.૪.૬ના શિક્ષાને પાત્ર ગુનાઓમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે

સદરહુ કેસમાં આરોપી તરફે ગોંડલના ધારાશાસ્ત્રી મયુર એસ.સોરઠીયા તથા સુરેશચંદ્ર એસ.સોરઠીયા રોકાવેલ હતા.

(11:52 am IST)