News of Wednesday, 21st March 2018

સોમનાથમાં જુનાગઢના કલાકાર વિપુલ ત્રિવેદીનો શાસ્ત્રીય ગાયન કાર્યક્રમ યોજાયો

જુનાગઢઃ પ્રતિપદાની ઉજવણીનાં ભાગરૂપે સંસકાર ભારતી ગુજરાત પ્રાંત અને રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ મંદિર પરીસર ખાતે પ્રભાસોત્સવનું આયોજન સંપન્ન થયું.

પ્રતિવર્ષ યોજાતા આ સાંસ્કૃતિક મહોત્સવમાં ભારતનાં વિવિધ રાજયોમાંથી કલાકારો ઉપસ્થિત રહી તેમની કલા પ્રસ્તુતિમાં શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય વાદન, લોકસંગીત, ભકિતસંગીતની ઉતમ કૃતિઓ મંચ પ્રદર્શન કરે છે.

આ મહોત્સવમાં જુનાગઢના ગાયક વિપુલ ત્રિવેદી દ્વારા મહોત્સવનાં પ્રથમ ચરણમાં રાગ કેદારમાં વિનાયક વંદનાની સુંદર પ્રસ્તુતિ થઇ અને કાર્યક્રમના બીજા ચરણમાં રાગ ચારૂકેસી, રાગ શંકરા અને અંતે રાગ સોહીણીની મનમોહક પ્રસ્તુતિથી શ્રોતાઓ આફરીન પોકારી ગયા, વિપુલ ત્રિવેદી સાથે તબલા સંગત અજીત પરમાર અને કેવલ ગોહેલ તથા સંવાદીની સંગત ડો. નવનીત વાછાણી દ્વારા સુંદર રીતે કરવામાં આવી, કાર્યક્રમમાં સંસ્કાર ભારતી જુનાગઢ સમીતીનાં સદસ્યો શ્રીમતી રૂપલબેન લખલાણી, ચેતના પાણેરી, કવિશ્રી મહેન્દ્રસિંહ પઢીયાર, સીમા પુરોહિત, શૈલેષ પંડયા, પ્રદિપ અવાસિયા, રવિ મઘનાથી, જોષી હિમાલય, જયરાજસિંહ પરમાર વગેરે સદસ્યો દ્વારા મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ.

(11:29 am IST)
  • આધાર કેસમાં દલિલો દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આધાર યોજના હેઠળ એકત્ર થયેલ તમામ ''ડેટા'' સલામત છે ! આ ''ડેટા''ને એવા બિલ્ડીંગમાં રખાયા છે જેની દિવાલો ૧૦ ફૂટ જાડી છે !! : આધાર કેસમાં અદ્ભૂત-લાજવાબ દલિલ! access_time 4:24 pm IST

  • પત્ની હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગના આરોપ બાદ ભારતીય ઝડપી બોલર મોહંમદ શમીની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે આ વિવાદનો અંત લાવવા મમતા બેનર્જી બંને વચ્ચે રહેલા વિવાદને ઉકેલવાની કોશિશ કરશે.હવે 23 માર્ચે ક્રિકેટર શમીની પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત થવાની છે. access_time 2:13 am IST

  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST