Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઉપલેટાઃ દેવરાજ ગઢવીને ગુજરાત ગૌરવ પુરસ્કાર

ઉપલેટાઃ સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડ અને દેશ વિદેશમાં જેમનું ખૂબ જ મોટુ નામ છે તેવા ઉપલેટાના ગૌરવસમા જાણીતા લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીને તેમની ૨૫ વર્ષની કલાયાત્રાની નોંધ લઈ તેમની આવી લોક સેવા બદલ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી વિશાળ સંખ્યાની કલાપ્રેમી જનતા તથા અધિકારીઓ પદાધિકારીઓ વિગેરેની હાજરીમાં સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ અગાઉ પણ તેઓને આવા અનેક એવોર્ડોથી પણ સન્માનીત કરવામાં આવ્યા છે. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, માજી ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ રણુભા જાડેજા, માજી સાંસદ હરીભાઈ પટેલ, વલ્લભભાઈ સખીયા, હરીભાઈ ઠુંમર, નરશીભાઈ મુંગલપરા, અમીતભાઈ શેઠ, જગદીશભાઈ ગણાત્રા, પીઠળઆઈ ગ્રુપના નરેન્દ્ર સુવા, દિપક સુવા, નારણભાઈ આહીર, જી.ટી.પી.એલ.ના રાજભા જેઠવા સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે. (અહેવાલઃ જગદીશ રાઠોડ, તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:27 am IST)
  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST

  • કૌભાંડના નાણાની રિકવરી માટે પીએનબી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે : દોષિત કર્મચારીઓની ભારત બહારની એસેટ્સ પરત મેળવવા બેન્ક સક્રિય access_time 12:53 pm IST