Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ખેડૂત એકતા મંચ સુરેન્દ્રનગર દ્વારા જૂનાગઢ ભવનાથના મેળામાં ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ નિવારવા માટે મિસકોલ કરોની પત્રિકા વહેંચવામાં આવી

વઢવાણ,તા.૨૧: સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન માટે લીધેલા પ્રીમિયમ નું અને પાક વીમાનું વળતર પૂરેપૂરું ખેડૂતોને મળ્યું નથી ત્યારે આ બાબતે અનેક વખત રજુઆતો પણ જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને ગઈકાલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ સુરનગર જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાકવીમો ચુકવવામાં માટે વીમા કંપનીઓને ચેતવણી આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં એક પ્રકારે ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે થોડા દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત એકતા મંચ સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને અને પશુપાલકોને ઉત્પાદન ખર્ચ આવે અને ખેડૂતોને પશુપાલકોને વધુથી વધુ સરકારનો સીધો લાભ મળે તે અંગે પત્રિકા બહાર પાડવામાં આવી છે અને આ પત્રિકામાં ખેડૂતો અને પશુપાલકો ને લગતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારશ્રીને એક મિસકોલ કરી ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું ખેડૂતો અને પશુપાલકોએ માંગ કરી છે..

ખેડુતો અને પશુપાલકો ની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા માટે પત્રિકા માં દરસવેલ મુદ્દાઓઃ૧. ગુજરાત સરકાર ખેતી/કૃષિ નીતિ બનાવે ૨. ગુજરાત સરકાર ખેતી/કૃષિ પંચ બનાવે ૩. બજેટની પ૦% રકમ,૬૦% વસ્તી,ગામડાં અને ખેડુત, પશુપાલકો માટે કૃષિ પંચના હાથમાં મૂકે ૪. ખેડુતોનાં તમામ પ્રકારના દેવાની માંડવાળ થાય ૫. ખેતી-પશુપાલન-જંગલ-માછીમારી આધારીત ઉદ્યોગોમાં મૂડી-રોકાણ ઉપરની ૫ માંગણીઓને સમર્થન આપવા માટે ખેડુત અને પશુપાલકો ને સમર્થન આપી ૭૮૨૭૧૦૦૩૦૦ પર મીસકોલ કરો અને ખેડૂતની આ હકની લડાઈમાં ભાગીદાર થવા આહવાન કરવા માં આવીયુ છે.ત્યારે આ સંદર્ભેઙ્ગ ખેડુત એકતા મંચ સુરેન્દ્રનગર. દવારા જૂનાગઢમાં ચાલતા ભાવનાથના મેળામાં આ પત્રિકાઓનું વિતરણ કરી લોકો ખેડૂતો અને પશુપાલકોને જાગૃત કરવામાં આવીયા હતા.

(12:46 pm IST)