Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

શ્રી સોમનાથ મહાદેવના દર્શને અડધો લાખ ભાવિકો

મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે ૪ વાગ્યે મંદિર ખુલ્યું: ભાવિકોની લાઇનોઃ પાલખી યાત્રા

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ર૧: મહાશિવરાત્રી નિમિત્તે આજે પ્રથમ જયોતિલીંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૪ વાગ્યાથી ભાવિકો દર્શન માટે ઉમટયા છે અને બપોર સુધીમાં અડધો લાખ ભાવિકોએ મહાદેવજીના દર્શન કર્યા છે અને મોટી સંખ્યામાં ભાવિકો પાલખી યાત્રામાં જોડાયા છે.

સોમનાથમાં શિવરાત્રીનાં ઘસારાને લઇને બંદોબસ્ત ખુબજ ચૂસ્ત બનાવેલ છે. જે પ્રભાસ પાટણ પી.આઇ.એ. જણાવેલ કે એ. એસ.પી. ના માર્ગદર્શન હેઠળ ૧ પી.આઇ., ર પી.એસ.આઇ., ૪૯ પોલીસ જવાનો, ૧૬ ટ્રાફીક બ્રીગેડ અને ૧૮ હોમ ગાર્ડ જવાનો સતત ખડપગે રહ્યા છે.

૧૩ વોકીટોકી પ ડોર મેટલ ડિરેકટર હશે પોલીસ અવધુનેશ્વર મંદિરથી ત્રિવેદી ઘાટ સોમનાથ મંદિર પાછળનો વોઝવે ઝોન ચોપાટી ઉપર સતત પેટ્રોલીંગ કરશે ગુડલક સર્કલથી પ્રજાપતી વાડી સુધીનો પાર્કિંગ ઝોન રહેશે ર૦ થી ર૪ સુધી સોમનાથ જતા રસ્તે વાહનોનો એન્ટ્રી રહેશે મંદિર આજુ-બાજુ રઝળતા ઢોરને દુર કરવા પાલિકાના ર૦ કર્મચારીઓ હાજર રહ્યા છે.

શિવરાત્રી નિમિતે સોમનાથ ચોપાટી ઉપર આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત વંશાવળીનો સ્ટોલ૩ દિવસ ચાલે જેમાં અખિલ ભારતીય વંશાવળી  અરક્ષણ અને સવર્ધન અંગેના બારોટો ઉપસ્થિત રહી વંશાવળી ગ્રંથોનું પુજન કરશે અને પૂર્વજોને શ્રદ્ધાંજલી આપશે એજ સ્થળે લોકો વંશ પુરોહીત બારોટ સાથે લાઇવ ચર્ચા કરી પોતાના પૂર્વજોનની માહિતી મેળવી શકશે જે લોકોને પોતાના પૂર્વજોનો નામ બારોટને ચોપડે ન હોય તેને પણ માર્ગદર્શન મળી રહ્યું.

સોમનાથ ખાસ શિવરાત્રી પ્રસંગે ચેન્નાઇથી રપ૦ જેટલા ભાવિક પંડીતો ધતી-માળા-ભસ્મ લલાટ સાથે સોમનાથ મંદિરની ચોપાટી ઉપર ખાસ યજ્ઞશાળામાં અતિરૂદ્ર રક્ષણ સમિતી દ્વારા તા. રર સુધી રૂદ્રપાઠ, શિહવ સ્વયંવરા પાર્વતિ જાપ,ઘ દુર્ગાસપ્તલક્ષી ચંડીપાઠ કરી રહ્યા છે. અને મહાશિવરાત્રીએ અધ્યક્ષ રામકૃષ્ણ શર્માના માર્ગદર્શન હેઠળ યજ્ઞ કરી શિવ ઉપાસના કરી રહ્યા છે.

તેવી જ રીતે સોમનાથ મંદિર સામે જૂના પથિકાશ્રમ મેદાનમાં ધર્મજાગરણ રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ વિભાગીય દેવેન્દ્રભાઇ દવેના માર્ગદર્શને અખિલ ભારતીય વંશાવલી સંસ્થાને સોમનાથ ટ્રસ્ટે સૌ પ્રથમ આમંત્રિત કરી એક ખાસ સ્ટોલ આજથી શરૂ થયો જે તા. રર ને બપોર ૧ર વાગ્યા સુધી સતત ચાલશે જેમાં વંશાવલી સંરક્ષણ-સંર્વધન સંસ્થાના શંભુજી રાવ-અધ્યક્ષ તેમજ સાથી બારોટો અમરૂભાઇ, નંદલાલ, નટવરલાલભાઇ,મથુરભાઇ દિનશેભાઇ, નાગભાઇ સહિત સર્વ બારોટ સમાજે વંશપુરાણ પોથીનું સોમનાથ દાદાના સાનિધ્યમાં પુજન કરી દીપ પ્રાગટયથી કાર્ય આરંભ કર્યો આ સ્ટોલ ઉપર જે લોકો મુલાકાત લઇ પોતાના ગોત્ર-કુળદેવી-કુલીબારોટ અને વડાઓ તથા પૂર્વઝોની જાણકારી પુછશે તેને મદદ રૂપ થવાશે  આ ઉપરાંત વંશવેલાના ચાર્ટનું પ્રદર્શન પણ યોજાશે સ્ટોલ ઉપર લગભગ રપ૦વરસનો જુનો બારોટ ચોપડો રખાયેલ છેજેમાં ર૦૦૦ વરસની પેઢીના નામો મળી આવેછે. અને ૭૦ થી ૮૦ પેઢીના ઇતિહાસ સચવાયેલો છે.

(11:50 am IST)