Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વેપારીનું અપહરણ કરી ટંકારાની જીનીંગ ફેકટરીમાં આખી રાત માર મારી ચેકમાં સહીઓ કરાવી લીધી

આંધ્ર પ્રદેશના નાગાવિશકર નામના વેપારીએ મોરબીની સિરામીક ફેકટરીના રૂપેશ પનારા, તેજશ પનારા તેમજ વિપુલ સહિત અજાણ્યા પાંચ સામે નોંધાવી ફરીયાદઃ તા. ૧૯મીના મધરાત્રે બે ગાડીઓમાં ધસી આવી અપહરણ કર્યુ !

મોરબી, તા. ૨૧ :. બે દિવસ પહેલા તા. ૧૯મીના રાત્રે ચેક બાઉન્સના કેસ માટે મોરબી મુદતે આવેલા આંધ્ર પ્રદેશના નાગાવિશકર ગુપ્તા નામના વેપારીને રાત્રે બે વાગ્યે લાલપર નજીકની રવિ રેસીડેન્સ હોટલ નજીકથી બે કારમાં આવેલા પાંચ શખ્સોએ અપહરણ કરી ટંકારાની જીનીંગ ફેકટરીમાં માર મારી ચેકમાં સહીઓ કરાવી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

બનાવની મળતી વિગત મુજબ નાગાવીશકર ગુપ્તા રહે આધ્રપ્રદેશ વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેને મોરબીની સિરામિક ફેકટરીના રૂપિયા ચૂકવા બાબતે ચેક બાઉન્સ થયો હતો તેનો કોર્ટમાં કેસ ચાલતો હોય તે માટે કોર્ટમાં મુદત હોવાથી ગત તારીખ ૧૯ ના રોજ તે રાત્રીના લગભગ ૨ વાગે મોરબી પોહ્રચ્યો હતો જેમાં તે લાલપર નજીક આવેલ રવિ રેસીડન્સી હોટલ નીચે પોહ્રચ્યો ત્યારે રૂપેશ કાંતિલાલ પનારા, તેજસ કાંતિલાલ પનારા , વિપુલભાઈ તેમજ અજાણયા બે માણસો આમ પાચ વ્યકિત બે કારમાં આવેલ અને મને ધમકી આપી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને પેહલા મારો એક મોબાઈલ લઇ લીધો અને મને રફાળેશ્વર નજીક એક ગોડાઉનમાં લઇ જઈ અને મારા મારેલ તેમજઙ્ગ મેં બીજા મોબાઈલમાંથી મારું અપહરણ થયું હોવાનું મેસ્જ કરી દેતા તે લોકો મારો બીજો મોબાઈલ પણ લઇ લીધો એ લોકોને લાગ્યુ કે કોઈ અહી આવી જશે એટલ મને ત્યાંથી ટંકારા નજીક આવેલી જીનગી ફેકટરીમાં લઇ ગયા ત્યાં મને આખી રાત માર માર્યો હતો અને સવારે મને એમ કહ્યું કે તું જેને વચ્ચે પડ્યો જેના રૂપિયા બાકી છે જો એ લોકો રૂપિયા નહી આપે તો તારે આપવા પડશે એટલે એ લોકો મારી પાસે જે icici અને ર્ીxis બેન્કની ચેક બુક હતી તેમાં બનેમાં સહી કરાવી અને એક જગ્યાએ નોતરી પણ સહી કરાવી ત્યાર બાદ નવા બસ સ્ટેન્ડ નજીક આવી મને ઉતારી નીકળી ગયા હતા

(11:47 am IST)