Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

હળવદમાં હેલ્થ અવેરનેસ કાર્યક્રમ

 હળવદઃ સમાજ સુરક્ષા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા હેલ્થ અવરનેસ જન જાગૃતીનો એક કાર્યક્રમ બપોરે યોજાયો હતો. જેમાં સંસ્થાના અધ્યક્ષા રક્ષા જોશી એ પ્રાથમિક માહિતી આપી હતી. જયારે ઉપસ્થિત ડોકટર્સ સર્વે ડો.કે.એમ. રાણા,ડો.અલ્કેશ પટેલ,ડો.અશ્વિનિ આદ્રોજા,ડો.કૌશલ પટેલ એ જુદા-જુદા રોગો વિશે કાળજી લેવા અંગે માહિતી આપેલ હતી.પત્રકાર જીજ્ઞેશ રાવલ,પ્રો.મહેશ જાની,રમેશ પાઠક તેમજ સારી એવી સંખ્યામા મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના તમામને સંસ્થા દ્વારા તુલસીના છોડ અર્પણ કરવામા આવેલ હતા.

(11:45 am IST)