Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ભાવનગરની શ્રીમતી ન.ચ.ગાંધી કુમારી વિદ્યામંદિરની વિદ્યાર્થીઓએ ૨૬મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરીને વિક્રમ સર્જયો

રાષ્ટ્રીયબાળ વિજ્ઞાન પરીષદમાં ભાવનગરથી શ્રીમતી ન.ય.ગાંધીકુમારી વિદ્યામંદિરની વિર્દ્યાથીઓએ અનોખી સિધ્ધી મેળવી વિક્રમ સર્જાયો હતો. માર્ગદર્શક નીકેતાબેન આચાર્યના માર્ગદર્શન હેઠળ સ્કુલની વિદ્યાર્થીઓનો ત્રણ લઘુસંશોધનો રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામેલ છે (વિપુલ હિરાણી)(૭.૪)

ભાવનગર તા.૨૧: છેલ્લા ૨૫ વર્ષથી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ સંશોધન પ્રવૃતિ તરફ રસરૂચિ કેળવે તેવા હેતુથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું જિલ્લા,રાજ્ય,રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગુજકોસ્ટ સાથે સંકલિત કલ્યાણ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. જેમાંથી દસ લઘુસંશોધન રાજયકક્ષા માટે પસંદગી પામેલ.

૨૬મી રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ રાજયકક્ષાની ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ ખાતે યોજાયેલ. જેમાંથી સમગ્ર ગુજરાતનાં ૩૩૦ લઘુસંશોધનો રજુ થયેલ તેમાના ૨૬ રાષ્ટ્રકક્ષા માટે પસંદ થયેલા લઘુસંશોધનો માંથી શ્રીમતી ન.ચ.ગાંધી કુમારી વિદ્યામંદિરના ત્રણ લઘુસંશોધનો રાષ્ટ્રકક્ષા માટે પસંદગી પામેલ.

જેન્સી ગુંદીગરા, સાનિયા પઠાણ, હેતલ ડોડીયા, પ્રિયા વાઘેલા, શૈલી અંધારિયા, શિફા પતાણી દ્વારા ત્રણ લઘુસંશોધનો તૈયાર થયેલ જેમના માર્ગદર્શક શ્રી નિકેતાબેન બી.આચાર્ય છે. ૨૫ વર્ષમાં પ્રથમ વખત રાષ્ટ્રકક્ષાએ એક જ શાળાના અને એક જ માર્ગદર્શક દ્વારા રજુ થયેલ ત્રણ પ્રોજેકટ રજુ થયા. જે શાળા તેમજ સંસ્થા અને સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રકક્ષાની વિજ્ઞાન પરિષદ ભુવનેશ્વર-ઓરિસ્સા ખાતે યોજાયેલ. આ બદલ શાળા પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગરનો આભાર માને છે.(૭.૪)

 

(11:53 am IST)