Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

બગસરા વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ

બગસરા : વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા ૧૯મા સમૂહ લગ્નોત્સવમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતાં. સત્કાર સમારોહમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, પ્રકાશભાઇ ભરખડા, નીતિનભાઇ ભરખડા, કલ્પેશભાઇ નાંઢા, નીરજભાઇ ભરખડા મુંબઇ, મહેશભાઇ સીકોતરા અમદાવાદ સહિતનાએ આશિર્વચન પાઠવ્યા હતાં. તથા જ્ઞાતિજનોએ વાંઝા જ્ઞાતિ સમાજના પ્રમુખશ્રી રશ્વિનભાઇ ડોડીઆની દેખરેખ હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવ યોજાયેલ જેમાં ગોર મહારાજની દક્ષિણા પણ સમાજ ભોગવે છે અને સમાજના દાતાશ્રીઓ તરફથી કન્યાઓને આકર્ષક કરિયાવરની વસ્તુઓ અપાઇ હતી. સફળ બનાવવા સમાજની કારોબારી સભ્યો મહિલા કાર્યકર્તાઓ તેમજ યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવેલ તેમ સમાજના મંત્રી લલીતભાઇ ચુડાસમાની યાદીમાં જણાવ્યું છે. (તસ્વીર-અહેવાલ : દર્શન ઠાકર-બગસરા)

(11:24 am IST)